News of Wednesday, 18th March 2026
ઉત્તર કોરિયાની સંસદીય ચૂંટણીમાં તાનાશાહ કિમ જોંગ ઉન ૯૯.૯૩% મતોની તોતિંગ બહુમતી !! સાથે વિજયી: ૬૮૭ બેઠકો જીતી: ૧૯૫૭ પછી પહેલીવાર ૦.૦૭% વિરોધી મતો નોંધાયા: બહેન કિમ યો જોંગનું રાજકીય કદ પણ વધારવામાં આવ્યું

ઉત્તર કોરિયાની ૧૫મી સુપ્રીમ પીપલ્સ એસેમ્બલી (સંસદ) માટે ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન શાસક કિમ જોંગ ઉને ૯૯.૯૩ ટકા મતો મેળવીને પ્રચંડ જીત હાંસલ કરી છે. દેશની સત્તાવાર ન્યૂઝ એજન્સી 'કેસીએનએ' દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આ ચૂંટણીમાં રેકોર્ડ ૯૯.૯૯ ટકા મતદાન નોંધાયું હતું. વર્કર્સ પાર્ટી દ્વારા ઊભા રખાયેલા ૬૮૭ ઉમેદવારો તમામ ૬૮૭ બેઠકો પર વિજયી થયા હતા.
નોંધનીય બાબત એ છે કે ઉત્તર કોરિયાના ઇતિહાસમાં વર્ષ ૧૯૫૭ પછી પ્રથમ વખત ૦.૦૭ ટકા મતો શાસક પક્ષના ઉમેદવારો વિરુદ્ધ પડ્યા હોવાનું સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે.
લોકશાહીના નામે યોજાતી આ ચૂંટણીમાં દરેક બેઠક પર માત્ર એક જ સત્તાવાર ઉમેદવાર હોય છે. ૦.૦૦૩૭ ટકા લોકો વિદેશમાં કે દરિયામાં હોવાથી મતદાન કરી શક્યા ન હતા. આ ચૂંટણી પરિણામો કિમ જોંગ ઉનની સત્તાને વધુ મજબૂત બનાવે છે. આ ઉપરાંત તેમની બહેન કિમ યો જોંગનું રાજકીય કદ પણ વધારવામાં આવ્યું હોવાના અહેવાલો છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
