<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

દેશભક્‍તિ કે પ્રોફેશનલ ક્રિકેટ? પાકિસ્‍તાની ખેલાડી મામલે ટ્રોલ થતા કાવ્‍યા મારનને લલિત મોદીનો ખુલ્‍લો ટેકો, કહ્યું- મને ફોન કરો

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટ અને આઈપીએલ ફ્રેન્‍ચાઇઝી માલિકોને લગતો એક મોટો વિવાદ સપાટી પર આવ્‍યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદનાં માલિક કાવ્‍યા મારન હાલમાં સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓનો સામનો કરી રહ્યાં છે.

દક્ષિણ આફ્રિકામાં રમાતી ટી૨૦ ટુર્નામેન્‍ટ એસએ૨૦માં તેમની માલિકીની ફ્રેન્‍ચાઇઝી દ્વારા પાકિસ્‍તાની મૂળના ખેલાડીને કરારબદ્ધ કરવામાં આવતા ભારતીય ક્રિકેટ ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સત્તાવાર અહેવાલો અનુસાર, ભારત-પાકિસ્‍તાનના વણસેલા સંબંધોને કારણે પાકિસ્‍તાની ખેલાડીઓને ભારતીય લીગમાં રમવા પર અઘોષિત પ્રતિબંધ છે. ત્‍યારે એક ભારતીય માલિક દ્વારા વિદેશી લીગમાં પાકિસ્‍તાની ખેલાડીને સામેલ કરવો તે ગંભીર ચર્ચાનો વિષય બન્‍યો છે.

ઉર્દુ અખબારોના અહેવાલોમાં આ નિર્ણયને રમતને રાજકારણથી અલગ રાખવાના સાહસિક પગલા તરીકે દર્શાવવામાં આવ્‍યો છે, જ્‍યારે સ્‍થાનિક અને હિન્‍દી માધ્‍યમોમાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

આ સંજોગો વચ્‍ચે, આઈપીએલના પ્રણેતા અને પૂર્વ કમિશનર લલિત મોદી કાવ્‍યા મારનના બચાવમાં આવ્‍યા છે. લલિત મોદીએ તેમના સોશિયલ મીડિયા પર કાવ્‍યા મારનને ઉદ્દેશીને લખ્‍યું, મને કોલ કરોઆ ટૂંકા પરંતુ સૂચક સંદેશાએ ક્રિકેટના વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવ્‍યો છે.

નિષ્‍ણાંતોના મતે, આ માત્ર એક ખેલાડીની ખરીદીનો મુદ્દો નથી, પરંતુ ભવિષ્‍યની ગ્‍લોબલ ફ્રેન્‍ચાઇઝી રણનીતિઓ અને ક્રિકેટના રાજકારણનો મોટો હિસ્‍સો છે.

(3:47 PM IST)