<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

ક્યાં ખાલી થશે ખિસ્સું અને ક્યાં થશે બચત? જાણો 2026માં ભારતના કયા શહેરમાં રહેવું છે સૌથી સસ્તું!

ન્યુયોર્કના સ્કેલ પર મુંબઈ નીકળ્યું સૌથી મોંઘું, તો કલકત્તાએ જીત્યું દિલ; જાણો દિલ્હીની સસ્તી મેટ્રોથી લઈને હૈદરાબાદની હાઈ-ફાઈ લાઈફસ્ટાઈલ સુધીનું સંપૂર્ણ બજેટ ગણિત અને તમારા ખિસ્સા પર પડતી તેની સીધી અસર

બેંગલુરુ:  વધતી જતી મોંઘવારીના જમાનામાં 'ક્યાં રહેવું' એ એક મોટો પ્રશ્ન બની ગયો છે. માર્ચ 2026ના નમ્બિયોના તાજેતરના ડેટા અનુસાર, માયાનગરી મુંબઈ હજુ પણ ભારતના સૌથી મોંઘા શહેર તરીકે ટોચ પર છે. મુંબઈનો લિવિંગ ઈન્ડેક્સ સ્કોર 25.8 છે, જે મુખ્યત્વે તેના આસમાને પહોંચેલા ઘરભાડા (સ્કોર 17.5) ને કારણે છે. જો તમે મુંબઈમાં રહેવાનું વિચારી રહ્યા હોવ, તો યાદ રાખજો કે ત્યાંનું ભાડું અન્ય શહેરોની સરખામણીએ તમારા બજેટનો મોટો હિસ્સો સ્વાહા કરી શકે છે. તેની સામે પૂર્વ ભારતનું ગૌરવ ગણાતું કોલકાતા (સ્કોર 19.3) મેટ્રો સિટી હોવા છતાં રહેવા માટે સૌથી સસ્તું સાબિત થયું છે, જ્યાં ભાડાનો સ્કોર મુંબઈ કરતા પાંચ ગણો ઓછો એટલે કે માત્ર 3.8 છે.

રાજધાની દિલ્હી અને આઈટી હબ પુણે વચ્ચે મોંઘવારીની ટક્કર જામી છે. દિલ્હી 22.5 સ્કોર સાથે બીજા ક્રમે છે, જ્યારે પુણે 22.4 સાથે તેની બિલકુલ નજીક છે. રસપ્રદ વાત એ છે કે દિલ્હીની મેટ્રોને વિશ્વના ટોચના 10 નેટવર્કમાં સૌથી સસ્તી માનવામાં આવે છે, જે મધ્યમ વર્ગ માટે મોટી રાહત છે. જોકે, દિલ્હીમાં વીજળી, પાણી અને કરિયાણાનો ખર્ચ અન્ય શહેરો કરતા થોડો વધારે છે, જ્યાં સરેરાશ ઉપયોગિતા બિલ ₹4,000 સુધી પહોંચી શકે છે. બીજી તરફ, બેંગલુરુમાં ઘરનું ભાડું દિલ્હી કરતા પણ વધુ હોવાનું નોંધાયું છે, જે ટેકીઓ માટે ચિંતાનો વિષય બની શકે છે.

જો તમે માત્ર ખર્ચ જ નહીં પણ 'ક્વોલિટી ઓફ લાઈફ' અને બચત પણ ઈચ્છતા હોવ, તો હૈદરાબાદ અને પુણે શ્રેષ્ઠ વિકલ્પો તરીકે ઉભરી આવ્યા છે. આ શહેરોમાં 'પરચેઝિંગ પાવર' (ખરીદ શક્તિ) અનુક્રમે 154 અને 152 છે, જેનો અર્થ એ છે કે અહીં મળતા પગારની સામે રહેવાનો ખર્ચ એવો છે કે તમે વધુ સારી રીતે બચત કરી શકો છો અને મોજશોખ પણ પૂરા કરી શકો છો. ભારતમાં સરેરાશ 1BHK નું ભાડું શહેરની વચ્ચે ₹14,000 અને બહારના વિસ્તારમાં ₹9,000 ની આસપાસ રહે છે. આમ, 2026માં તમારું નવું ઘર પસંદ કરતા પહેલા માત્ર પગાર જ નહીં, પણ તે શહેરનો લિવિંગ ઈન્ડેક્સ જોવો પણ એટલો જ અનિવાર્ય છે.

 

 

(6:23 PM IST)