News of Wednesday, 18th March 2026
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વિચાર-વિમર્શ બાદ પ્રદેશ સંકલન સમિતિ (કોર ગ્રુપ) ના ૧૧ દિગ્ગજ સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરી : જુઓ સંપૂર્ણ સૂચિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી.આર. પાટીલ સહિતના સીનિયર મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓને સમિતિમાં સ્થાન : સંગઠન અને સરકાર વચ્ચે સંકલન સાધવા લેવાયો મહત્વનો નિર્ણય

ગાંધીનગર:ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય નેતૃત્વ અને મોવડી મંડળ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કર્યા બાદ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે પ્રદેશ સંકલન સમિતિ (કોર ગ્રુપ) ના સભ્યોની યાદી જાહેર કરી છે. આ સમિતિમાં રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત ૧૧ જેટલા પ્રભાવી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.
સમિતિમાં સ્થાન પામેલા સભ્યો અને તેમની વિગતો:
જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, કોર ગ્રુપમાં સમાવિષ્ટ નેતાઓ અને તેમના જિલ્લાની વિગત નીચે મુજબ છે:
૧. ભૂપેન્દ્રભાઈ પટેલ: મુખ્યમંત્રી, ગુજરાત (કર્ણાવતી)
૨. જગદીશ વિશ્વકર્મા: પ્રદેશ પ્રમુખ, ગુજરાત ભાજપ (કર્ણાવતી)
૩. સી. આર. પાટીલ: કેન્દ્રીય મંત્રી (સુરત શહેર)
૪. હર્ષભાઈ સંઘવી: નાયબ મુખ્યમંત્રી, ગુજરાત (સુરત શહેર)
૫. રત્નાકરજી: પ્રદેશ સંગઠન મહામંત્રી, ગુજરાત ભાજપ (ગાંધીનગર શહેર)
૬. જીતુભાઈ વાઘાણી: મંત્રી, રાજ્ય સરકાર (ભાવનગર શહેર)
૭. ઋષિકેશભાઈ પટેલ: મંત્રી, રાજ્ય સરકાર (મહેસાણા)
૮. ગણપતસિંહ વસાવા: પ્રદેશ પ્રમુખ, અનુસૂચિત જનજાતિ મોરચો અને ધારાસભ્ય (સુરત જિલ્લો)
૯. શ્રીમતી દર્શનાબેન વાઘેલા: મંત્રી, રાજ્ય સરકાર (કર્ણાવતી)
૧૦. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા: પૂર્વ મંત્રી, રાજ્ય સરકાર (અમદાવાદ જિલ્લો)
૧૧. આઈ. કે. જાડેજા: પૂર્વ મંત્રી, રાજ્ય સરકાર (સુરેન્દ્રનગર)
આ યાદીની નકલ જાણ સારું ભૂપેન્દ્રભાઈ પટેલ (મુખ્યમંત્રી), હર્ષભાઈ સંઘવી (નાયબ મુખ્યમંત્રી), રત્નાકરજી (પ્રદેશ સંગઠન મહામંત્રી) તેમજ પ્રદેશ મહામંત્રીઓ અનિરૂદ્ધભાઈ દવે, અજયભાઈ બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણને રવાના કરવામાં આવી છે.
આ જાહેરાત અંગેની સત્તાવાર માહિતી પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટની સહી સાથે બહાર પાડવામાં આવી છે. આગામી સમયમાં આ સમિતિ રાજ્યના રાજકીય અને સંગઠનાત્મક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
