News of Thursday, 19th March 2026
મધ્ય પૂર્વના વધતા તણાવ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનું મોટું નિવેદન, દેશની પરમાણુ નીતિમાં કોઈ જ ફેરફાર નહીં થાય
ઈરાને વૈશ્વિક વેપાર માટે અત્યંત વ્યૂહાત્મક મહત્વ ધરાવતા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો માટે નવા કડક નિયમોની જોરદાર તરફદારી કરી

ઈઝરાયલ અને અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનની પરમાણુ નીતિ યથાવત રહેશે અને તેમાં કોઈ જ બાંધછોડ કરવામાં આવશે નહીં. આ સાથે જ તેમણે ક્રૂડ ઓઈલના વૈશ્વિક પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા નિયમો લાગુ કરવાની વાત કરી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાન આ સાંકડી સમુદ્રી પટ્ટી પર પોતાનું નિયંત્રણ કડક કરી રહ્યું છે, જેનાથી વિશ્વભરમાં તેલના પુરવઠાને ગંભીર અસર પહોંચી છે. અમેરિકન અને યુરોપિયન રક્ષણાત્મક એજન્સીઓએ આ નિવેદનને ગંભીરતાથી લીધું છે અને ખાડી વિસ્તારમાં પોતાની નૌસેનાની ગતિવિધિઓ સતર્ક કરી દીધી છે. *
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
