News of Thursday, 19th March 2026
ગેસ સિલિન્ડર ન મળતા પત્ની રિસાઈને પિયર જતી રહી
જ્યાં સુધી ઘરમાં ગેસ સિલિન્ડરની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી તે પાછી નહીં આવે

ગ્રેટર નોઈડા તા.૧૯: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક આヘર્યજનક ઘટના સામે આવી છે. અહીં રસોઈ ગેસ સિલિન્ડરની અછતને લીધે પતિ-પત્ની વચ્ચે થયેલા વિવાદથી નારાજ એક મહિલા પતિને છોડીને પિયર જતી રહી છે. રબૂપુરા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં છેલ્લા કેટલાક દિવસોથી રસોઈ ગેસ પૂરો થઈ ગયો હતો. પત્નીએ ઘણી વખત પતિને નવો સિલિન્ડર બુક કરાવીને ઘરે લાવવા કહ્યું હતું, પરંતુ પતિની બેદરકારીને કારણે સિલિન્ડરની વ્યવસ્થા ના થતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.વિવાદ એટલો વધ્યો કે ગુસ્સામાં આવીને મહિલા પિયર જતી રહી. જતી વખતે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જ્યાં સુધી ઘરમાં ગેસ સિલિન્ડરની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી તે પાછી નહીં આવે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
