<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ગેસ ઓછો વાપર એવું સાસુ ટોકતી હોવાથી વહુ પોલીસ પાસે પહોંચી ગઈ- પોલીસે વાત ન સાંભળી એટલે પિયર જતી રહી

મૈનપુરી,તા.૧૯: ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્‍લાના ગામમાં ગેસ ઓછો વાપરવાને લઈને સાસુ-વહુ વચ્‍ચે થયેલો ઝઘડો પોલીસ-સ્‍ટેશન સુધી પહોંચ્‍યો હતો. LPG સિલિન્‍ડરની અછતને કારણે સાસુએ વહુને થોડા દિવસ ચૂલા પર ખાવાનું બનાવવાની સલાહ આપી, પણ વહુને એ ગમ્‍યું નહીં એટલે સાસુએ તેને ઓછો ગેસ વાપર એવું કહ્યું. એ વાતે બન્ને વચ્‍ચે મચમચ થઈ. વહુ પોલીસ-સ્‍ટેશન પહોંચી અને ફરિયાદ કરી કે ટીવીમાં તો કહે છે કે દેશમાં સિલિન્‍ડરની કોઈ કમી નથી, તો મારી સાસુ કઈ રીતે મને ગેસ છોડીને ચૂલો વાપરવાનું કહી શકે? સાસુ તેને હેરાન કરવાનાં બહાનાં શોધી રહી છે એવું કહીને તે પોતાના પિયર જતી રહી અન કહ્યું કે જ્‍યારે ઘરમાં ગેસ-સિલિન્‍ડર આવે પછી મને કહેજો.

(10:24 AM IST)