<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ગણતરીના કલાકોમાં બૈરુતનું બિલ્‍ડિંગ પત્તાંના મહેલની જેમ પડયું

લેબેનન તા.૧૯: ઇઝરાયલે ગઈ કાલે ઈરાનની સાથે લેબેનનમાં પણ ૩ જગ્‍યાએ બોમ્‍બમારો કર્યો હતો. સેન્‍ટ્રલ બૈરુતમાં એક બિલ્‍ડિંગ પર કરેલા હવાઈ હુમલામાં એક બિલ્‍ડિંગ પત્તાંના મહેલની જેમ ખડી પડ્‍યું હતું. આ ઉપરાંત એણે સાઉથ અને ઈસ્‍ટ લેબેનનમાં પણ બોમ્‍બમારો કર્યો હતો. લેબેનનની ન્‍યુઝ એજન્‍સીના કહેવા મુજબ ઇઝરાયલે બૈરુતના એક રહેણાક વિસ્‍તારમાં બિલ્‍ડિંગ પર હુમલો કર્યો હતો. ઇઝરાયલે પહેલાં જ આ વિસ્‍તારને ખાલી કરવાની ધમકી આપી હતી અને એ ધમકીના ગણતરીના કલાકોમાં આ હુમલો થયો હતો.  બુધવારે થયેલા હુમલામાં વીસથી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા

(10:49 AM IST)