હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહા કડાકો : સ્થાનિક ચાંદીમાં ૨૪૦૦૦ - સોનામાં ૭૦૦૦ રૂા. તૂટયા
ચાંદી ૧ કિલોનો ભાવ ઘટીને ૨,૩૦,૦૦૦ અને સોનાનો ભાવ ૧,૫૩,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા.,૧૯: બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો હતો. ચાંદીમાં ૨૪૦૦૦ રૂા. અને સોનામાં ૭૦૦૦ રૂા. તૂટયા છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીને કારણે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૧૨૦૦૦ રૂા. તૂટી ગયા બાદ બપોરે વધુ ૧ર૦૦૦ રૂા.નો ઘટાડો થતા આજે બપોર સુધીમાં ચાંદીમાં કુલ ર૪,૦૦૦ રૂા.નો ભાવ ઘટાડો થયો છે. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૨,૫૪,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે સવારે ૨,૪૨,૦૦૦ રૂા. થઇ ગયા છે. બપોરે ર.૩૦ વાગે વધુ ઘટીને ર,૩૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. ગઇકાલે ૬૦૦૦ રૂા. ઘટયા બાદ આજે વધુ ૨૪૦૦૦ રૂા.નો ઘટાડો થતા ૨ દિ'માં ચાંદીમાં ૩૦૦૦૦ રૂા.નો નોંધપાત્ર ગાબડુ પડયુ છે.
ચાંદીની સાથે સોનાના ભાવ તૂટયા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૩૦૦૦ રૂા.નો ભાવ ઘટાડો થયો હતો. બાદમાં બપોરે વધુ ૪,૦૦૦ રૂા.નો ઘટાડો થતા કુલ ૭,૦૦૦ રૂા.નું ગાબડું પડયું છે. ગઇકાલે સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે સવારે ૧,૫૭,૦૦૦ રૂા. થઇ ગયા બાદ બપોરે ર.૩૦ વાગ્યે ઘટીને ૧,પ૩,૦૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બીસ્કીટમાં ૭૦૦૦૦ રૂા. તુટી ગયા છે. સોનાના બીસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૬,૦૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૫,૩૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. છેલ્લા બે દિવસમાં સોનામાં ૯૫૦૦ રૂા.નું ગાબડુ પડયુ છે.
ઇરાન અને અમેરીકા વચ્ચે યુધ્ધના પગલે ચાંદીના ભાવ એક તબક્કે ૨,૯૮,૦૦૦ રૂા. થયા બાદ ક્રમશ ભાવ ઘટાડો થઇ રહયો છે. તેવી જ રીતે સોનામાં ૧,૭૧,૦૦૦ રૂા.ની સપાટી બનાવ્યા બાદ ભાવ તૂટી રહયા છે. યુધ્ધની પરિસ્થીતી વચ્ચે ડોલર ઇનડેક્ષ ઉંચકાતા સોના-ચાંદીના ભાવ તૂટી રહયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યુ હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
