<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

પશ્ચિમ એશિયામાં શાંતિ માટે 'મોદી-મેક્રોન' મેજિક: શું ભારત અને ફ્રાન્સ મળીને અટકાવશે મહાયુદ્ધ?:ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ગણાવ્યા 'સંકટમોચક

વૈશ્વિક તેલ અને ગેસ સંકટ વચ્ચે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે મહત્વની મંત્રણા: "પ્રિય મિત્ર" કહીને ફ્રાન્સે ભારતનો સહયોગ માંગ્યો: જોર્ડનના રાજા સાથે પણ વાતચીત કરી પીએમએ શાંતિનો 'ભારતીય ફોર્મ્યુલા' રજૂ કર્યો

નવી દિલ્હી:પશ્ચિમ એશિયામાં સળગતી યુદ્ધની જ્વાળાઓને શાંત કરવા માટે હવે વિશ્વના બે શક્તિશાળી લોકશાહી દેશો - ભારત અને ફ્રાન્સ - એકસાથે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે થયેલી લાંબી ટેલિફોનિક વાતચીતે વૈશ્વિક રાજકારણમાં નવી આશા જન્માવી છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે "યુદ્ધ કોઈ સમસ્યાનો ઉકેલ નથી" અને માત્ર રાજદ્વારી સંવાદ જ શાંતિનો એકમાત્ર માર્ગ છે. રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદીને "પ્રિય મિત્ર" સંબોધીને આ સંકટમાં ભારતના નેતૃત્વ અને શાંતિ પ્રયાસોની ખુલ્લા મને પ્રશંસા કરી છે.

ભારતની તાકાત એ છે કે તેના ઈરાન અને ઈઝરાયલ એમ બંને સાથે મજબૂત સબંધો છે, જે તેને એક કુશળ 'મધ્યસ્થી' તરીકે સ્થાપિત કરે છે. ફ્રાન્સ, જે યુરોપિયન યુનિયનનો અત્યંત પ્રભાવશાળી સભ્ય છે, તે માને છે કે ભારતના હસ્તક્ષેપ વગર પશ્ચિમ એશિયામાં સ્થિરતા લાવવી અશક્ય છે. પીએમ મોદીએ જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજા સાથે પણ ઈદની શુભેચ્છાઓ પાઠવવાની સાથે ઉર્જા માળખા પર થતા હુમલાઓની સખત નિંદા કરી છે. બંને નેતાઓએ સંમતિ વ્યક્ત કરી છે કે વિશ્વના અર્થતંત્રને બચાવવા માટે માલસામાન અને ઉર્જાનો પુરવઠો કોઈપણ અવરોધ વગર ચાલુ રહેવો જોઈએ.

આ 'ભારતીય ફોર્મ્યુલા' એટલે કે "સંવાદ અને રાજદ્વારી) ના પુનરાગમન પર હવે આખું વિશ્વ નજર રાખી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં વધતો તણાવ માત્ર પ્રાદેશિક સમસ્યા નથી, પરંતુ તે વૈશ્વિક તેલના ભાવો અને મોંઘવારી સાથે સીધો જોડાયેલો છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેનું આ સંકલન જો સફળ થાય છે, તો તે 21મી સદીની સૌથી મોટી રાજદ્વારી જીત સાબિત થશે. વડાપ્રધાન મોદીની આ 'પીસ પોલિસી' એ સાબિત કરી દીધું છે કે ભારત હવે માત્ર પ્રેક્ષક નથી, પરંતુ વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ લાવનાર મુખ્ય ખેલાડી છે.

 

(7:39 PM IST)