'ધૂરંધર 2' ના ખૂંખાર વિલન દાનિશ ઇકબાલની બિગ બોસ OTT માં ગ્રાન્ડ એન્ટ્રી: અભિનેતાના શાનદાર પર્ફોર્મન્સથી સજ્જ આ ૬ ફિલ્મો અને વેબ સિરીઝ તમારું મન મોહી લેશે
'મહારાણી' થી 'સંકલ્પ' સુધીના સફરમાં દાનિશનો જાદુ; નાના પાટેકર અને યામી ગૌતમ સાથે કરી ચૂક્યા છે ધમાકેદાર કામ - જાણો કયા OTT પ્લેટફોર્મ પર માણી શકાશે આ માસ્ટરપીસ

મુંબઈ:બોલિવૂડની લેટેસ્ટ બ્લોકબસ્ટર 'ધૂરંધર 2' માં 'બડે સાહેબ' ના પાત્રથી આતંક મચાવનાર અભિનેતા દાનિશ ઇકબાલ હવે રિયાલિટી શોની દુનિયામાં કદમ રાખવા જઈ રહ્યા છે. સમાચાર મળી રહ્યા છે કે દાનિશ 'બિગ બોસ OTT' ના નવા સીઝનમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. પોતાની ગંભીર શૈલી અને દમદાર અવાજ માટે જાણીતા દાનિશના જીવન અને તેમની શ્રેષ્ઠ કૃતિઓ વિશે જાણવા પ્રેક્ષકોમાં ભારે આતુરતા છે. જો તમે હજુ સુધી તેમનું કામ નથી જોયું, તો આ ૬ પ્રોજેક્ટ્સ ચોક્કસથી જોવા જેવા છે.
૧. ફિલ્મ 'સંકલ્પ' (૨૦૨૬): વર્ષ ૨૦૨૬ માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં દાનિશ ઇકબાલ દિગ્ગજ અભિનેતા નાના પાટેકર સાથે ટક્કર લેતા જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની ભૂમિકાને વિવેચકોએ ખૂબ જ વખાણી હતી. તમે આ ફિલ્મ Amazon MX Player પર જોઈ શકો છો.
૨. વેબ સિરીઝ 'મહારાણી' (JioHotstar): હુમા કુરેશીની આ સુપરહિટ પોલિટિકલ ડ્રામા સિરીઝે જ દાનિશને ઘર-ઘરમાં ઓળખ અપાવી હતી. બિહારના રાજકારણ પર આધારિત આ સિરીઝમાં તેમનો અભિનય શાનદાર રહ્યો હતો.
૩. ફિલ્મ 'હક' (૨૦૨૫): યામી ગૌતમ સ્ટારર આ ફિલ્મમાં દાનિશે 'લિયાકત' નું અત્યંત પ્રભાવશાળી પાત્ર ભજવ્યું હતું. સામાજિક મુદ્દાઓ પર આધારિત આ ફિલ્મ અત્યારે Netflix પર ધૂમ મચાવી રહી છે.
૪. ધ હન્ટ - ધ રાજીવ ગાંધી એસેસિનેશન કેસ (SonyLIV): વર્ષ ૨૦૨૫ માં આવેલી આ ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝમાં દાનિશ ઇકબાલ એક અત્યંત મહત્વના અને પ્રભાવશાળી રોલમાં જોવા મળ્યા હતા. સત્ય ઘટના પર આધારિત આ શ્રેણી પ્રેક્ષકોને જકડી રાખે તેવી છે. આ ઉપરાંત 'અરણ્યક' અને 'ભક્ષક' જેવી ફિલ્મોમાં પણ દાનિશે પોતાની અભિનય પ્રતિભાના દર્શન કરાવ્યા છે. હવે બિગ બોસના ઘરમાં તેઓ કેવો કમાલ કરે છે, તે જોવું રસપ્રદ રહેશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
