તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
ઓસ્કાર સમારોહમાં વોર્નર બ્રધર્સનો દબદબો: ૩૦ નામાંકનમાંથી ૧૧ એવોર્ડ પોતાના નામે કર્યા
૧૯૨૩ માં ચાર ભાઈઓ દ્વારા શરૂ કરાયેલા સ્ટુડિયોએ ઓસ્કારમાં મચાવી ધૂમ: સૌથી વધુ એવોર્ડ જીતીને રચ્યો ઈતિહાસ

તાજેતરમાં જ પૂર્ણ થયેલા પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ સમારોહમાં હોલીવુડના પ્રખ્યાત સ્ટુડિયો 'વોર્નર બ્રધર્સ'ની બોલબાલા રહી છે. આ વર્ષે સ્ટુડિયોને કુલ ૩૦ નામાંકન મળ્યા હતા, જેમાંથી શાનદાર પ્રદર્શન કરતા તેણે ૧૧ ઓસ્કાર એવોર્ડ જીતી લીધા છે. સદી જૂના આ સ્ટુડિયોએ સિનેમા જગતમાં પોતાનો દબદબો કાયમ રાખ્યો છે.
સિનેમા જગતના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત એવા તાજેતરમાં સંપન્ન થયેલા ઓસ્કાર સમારોહમાં આ વર્ષે એક જ નામ ગુંજતું રહ્યું, અને વિજેતા છે - વોર્નર બ્રધર્સ. આ વખતના ઓસ્કાર એવોર્ડ્સમાં વોર્નર બ્રધર્સ સ્ટુડિયોએ શાનદાર પ્રદર્શન કરતા મોટી જીત હાંસલ કરી છે.
આ વર્ષના ઓસ્કાર સમારોહમાં વોર્નર બ્રધર્સને અલગ-અલગ કેટેગરીમાં કુલ ૩૦ નામાંકન મળ્યા હતા. આ ૩૦ નામાંકનમાંથી સ્ટુડિયોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ ૧૧ ઓસ્કાર એવોર્ડ પોતાના નામે કરી લીધા છે. આ મહાન જીત સાથે વોર્નર બ્રધર્સે હોલીવુડ અને વિશ્વ સિનેમામાં પોતાની મજબૂત પકડ ફરી એકવાર સાબિત કરી છે.
નોંધનીય છે કે, વોર્નર બ્રધર્સ સ્ટુડિયોનો ઈતિહાસ ખૂબ જ જૂનો અને રસપ્રદ છે. આ સ્ટુડિયોની સ્થાપના વર્ષ ૧૯૨૩ માં કરવામાં આવી હતી. હા, ઘણા લોકોને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ આ સ્ટુડિયો ખરેખર ચાર સગા ભાઈઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જેમનાં નામ હેરી, આલ્બર્ટ, સેમ અને જેક વોર્નર છે. પોતાના ૧૦૦ વર્ષથી વધુના સફરમાં આ સ્ટુડિયોએ અસંખ્ય હિટ અને આઇકોનિક ફિલ્મો આપી છે અને હવે આ વર્ષના ઓસ્કારમાં ૧૧ એવોર્ડ જીતીને તેણે પોતાના શાનદાર ઈતિહાસમાં વધુ એક સિદ્ધિ ઉમેરી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
