<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

ઇઝરાયેલ દ્વારા ઈરાનના 'સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ' પર એકલા હાથે હુમલો: ઈરાનનો ખાડી દેશોની ઉર્જા સુવિધાઓ પર ભીષણ વળતો પ્રહાર: યુએનમાં તાકીદની બેઠક યોજાઈ

દુનિયામાં તેલની અછત અને વૈશ્વિક અસ્થિરતા ટાળવા ટ્રમ્પે પણ આ મામલે કડક દરમિયાનગીરી કરી: ઇઝરાયેલને સ્પષ્ટ શબ્દોમાં ભવિષ્યમાં ઈરાનની ઓઇલ અને ગેસ સુવિધાઓ પર હુમલા ન કરવા માટે સૂચના આપી

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો જંગ હવે અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયો છે અને વૈશ્વિક ઉર્જા સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. 

અગ્રણી આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પ્રેસ બ્રીફિંગમાં પુષ્ટિ કરી છે કે ઇઝરાયેલે ગઈકાલે દક્ષિણ ઈરાનમાં આવેલા 'સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ' પર અમેરિકા કે અન્ય કોઈ દેશની મદદ વિના એકલા હાથે જંગી હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ગિન્નાયેલા ઈરાને સીધો જ બદલો લેતા સાઉદી અરેબિયા, કતાર અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) માં આવેલી મહત્વપૂર્ણ ઉર્જા સુવિધાઓને નિશાન બનાવીને મોટા પાયે વળતા હુમલા કર્યા છે. 

વધુમાં, ઈરાને ઇઝરાયેલના શહેરો પર પણ અનેક ઘાતક મિસાઈલો છોડી છે. 

ખાડી દેશોમાં ક્રિટિકલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઉર્જા માળખા) પર થઈ રહેલા આ ભયાવહ હુમલાઓને પગલે યુનાઈટેડ નેશન્સ (યુએન) દ્વારા વૈશ્વિક કટોકટી ટાળવા એક તાકીદની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. 

સ્થિતિની ગંભીરતા જોતા, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે કડક દરમિયાનગીરી કરી છે અને ઇઝરાયેલને સ્પષ્ટ શબ્દોમાં ભવિષ્યમાં ઈરાનની ઓઇલ અને ગેસ સુવિધાઓ પર હુમલા ન કરવા માટે સૂચના આપી દીધી છે, જેથી દુનિયામાં તેલની અછત અને વૈશ્વિક અસ્થિરતા ટાળી શકાય

(9:31 AM IST)