ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ: ૨૦ દિવસના ભીષણ જંગ બાદ ઈરાન બરબાદીના આરે: ઈરાન પાસે હવે બેલેસ્ટિક મિસાઈલો બનાવવા કે યુરેનિયમ સંવર્ધન કરવાની કોઈ ક્ષમતા બચી નથી: ઈરાનના સમગ્ર નૌકાદળના બેડાનો સફાયો
નેતન્યાહૂએ લાઈવ આવીને કહ્યું 'હું જીવિત છું', બીજી તરફ ઈરાને ક્લસ્ટર બોમ્બ અને મિસાઈલોથી કર્યો વળતો પ્રહાર: જેરુસલેમ પર માત્ર એક જ કલાકમાં પાંચ મિસાઈલો છોડી

તેલ અવિવ: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાના મોતના સમાચારોનું ખંડન કરી સ્પષ્ટ કર્યું છે કે ઈરાનની સૈન્ય તાકાત અને નેતૃત્વ હવે ખતમ થઈ ચૂક્યું છે. જોકે, સામે પક્ષે ઈરાને પણ આક્રમક વલણ અપનાવીને ઉત્તરી ઈઝરાયેલ અને જેરુસલેમ પર મિસાઈલ હુમલા તેજ કર્યા છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વિદેશી મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાની મોટી જીતનો દાવો કર્યો છે. તેમણે પોતાની તબિયત વિશેની અફવાઓને ફગાવતા જણાવ્યું કે, "હું જીવિત અને સંપૂર્ણ સ્વસ્થ છું."
નેતન્યાહૂના દાવા મુજબ, ૨૦ દિવસના સતત અને ભીષણ હુમલાઓ બાદ ઈરાન પાસે બેલેસ્ટિક મિસાઈલો બનાવવા કે યુરેનિયમ સંવર્ધન કરવાની કોઈ ક્ષમતા બચી નથી.
ઇઝરાયેલી સેનાએ કેસ્પિયન સમુદ્રમાં ઈરાનના સમગ્ર નૌકાદળના બેડાનો સફાયો કરી દીધો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખુલ્લા સમર્થન અને મદદથી ઇઝરાયેલ ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે અને ઈરાનની 'રિવોલ્યુશનરી ગાર્ડ્સ' (આઈઆરજીસી) નો અંત નજીક છે.
જોકે, ઈરાને પણ વળતો પ્રહાર કરતા ઉત્તરી ઈઝરાયેલમાં ખતરનાક ક્લસ્ટર બોમ્બ ઝીંક્યા છે અને
જેરુસલેમ પર માત્ર એક જ કલાકમાં પાંચ જેટલી મિસાઈલો છોડી છે, જેના કારણે હાઈફા સહિતના સમગ્ર ઉત્તરી વિસ્તારોમાં ભયની સાયરનો ગુંજી ઉઠી હતી. *









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
