ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
તા. ૧૪ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૨ શુક્રવાર
દિલ્હી-એનસીઆરમાં સતત ઝરમરથી ભારે કમોસમી વરસાદ અને કાતિલ ઠંડી: જનજીવન ભારે પ્રભાવિત: વીજળીના કડાકા-ભડાકા અને ૫૦ કિ.મી. ઝડપે બર્ફીલા પવન ફૂંકાયા: હવામાન વિભાગનું નવું અપડેટ: આગામી ૨૫ માર્ચ સુધી વાતાવરણમાં રહેશે પલટો

દિલ્હી અને એનસીઆર (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર) માં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકતા મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ૫૦ (પચાસ) કિલોમીટરની ઝડપે ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે સામાન્ય લોકો અને નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી) ની આગાહી બિલકુલ સાચી સાબિત થઈ છે અને દિલ્હી તેમજ તેને અડીને આવેલા નોઈડા સહિતના વિસ્તારોમાં સતત ઝરમરથી લઈને ભારે વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા-ભડાકા અને ૩૦ (ત્રીસ) થી ૫૦ (પચાસ) કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવનોએ વાતાવરણમાં કાતિલ ઠંડક પ્રસરાવી દીધી છે. છેલ્લા ૨૪ કલાકના આંકડાઓ જોઈએ તો મહત્તમ તાપમાનમાં ૬ થી ૭ ડિગ્રીનો ધરખમ ઘટાડો નોંધાયો છે, જેથી તાપમાન ૨૫ થી ૨૭ ડિગ્રી આસપાસ અને લઘુત્તમ તાપમાન ૧૫ થી ૧૭ ડિગ્રી વચ્ચે સ્થિર રહ્યું હતું. વહેલી સવારના સમયે થયેલા વરસાદના કારણે ઓફિસ અને શાળા-કોલેજ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હવામાન વિભાગના સત્તાવાર અપડેટ અનુસાર આગામી ૨૫ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી માહોલ યથાવત રહેવાની પૂરેપૂરી સંભાવના છે. *









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
