News of Friday, 20th March 2026
વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારત પાકિસ્તાનનું સ્થાન થોડું સુધર્યું
વિશ્વના ટોચના ૧૦ ખુશ દેશોની યાદીમાંથી ઘણા શ્રીમંત દેશો ગાયબઃ ખુશ દેશોની નવી યાદીથી દુનિયા ચોંકી ગઈ : ફિનલેન્ડ પ્રથમ ક્રમે, આઇસલેન્ડ બીજા ક્રમે, ડેનમાર્ક ત્રીજા ક્રમે, કોસ્ટા રિકા ચોથા ક્રમે અને સ્વીડન પાંચમા ક્રમે

લંડન તા.૨૦: વિશ્વના ટોચના ૧૦ ખુશ દેશોની યાદીમાંથી ઘણા શ્રીમંત દેશો ગાયબ છે. વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ ૨૦૨૬ અનુસાર, ફિનલેન્ડને સતત નવમા વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ જાહેર કરવામાં આવ્યો છે. માર્ચ ૨૦૨૬માં જાહેર કરાયેલા આ રેન્કિંગમાં નોર્ડિક દેશોનું પ્રભુત્વ ચાલુ છે. એક નાનો દેશ કોસ્ટા રિકાએ નોંધપાત્ર છલાંગ લગાવી છે, તેનું અત્યાર સુધીનું સર્વોચ્ચ રેન્કિંગ પ્રાપ્ત કર્યું છે. નોર્ડિક દેશો લાંબા સમયથી વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પ્રભુત્વ ધરાવે છે, તેમ છતાં ૨૦૨૬માં આヘર્યજનક પરિવર્તન જોવા મળ્યું.
રિપોર્ટના ૧૪ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર, કોઈ લેટિન અમેરિકન દેશ ટોચના પાંચમાં સ્થાન પામ્યો છે, અને તે દેશ કોસ્ટા રિકા છે. તે સતત ઘણા વર્ષોથી રેન્કિંગમાં ઉપર આવી રહ્યું હતું અને હવે તે ચોથા ક્રમે છે, જે ૨૦૨૩ માં તેના ૨૩મા સ્થાનથી નોંધપાત્ર ઉછાળો છે.
ગેલ્પ, ઓક્સફોર્ડ વેલબીઇંગ રિસર્ચ સેન્ટર અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક વાર્ષિક ધોરણે વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ બહાર પાડે છે.
આ રિપોર્ટ વિશ્વભરના ૧૪૦ દેશોના રહેવાસીઓના જીવનના મૂલ્યાંકન પર આધારિત છે.
આ મૂલ્યાંકનમાં ઞ્ઝભ્, સામાજિક સમર્થન, આયુષ્ય, પોતાના જીવનને પોતાના તરીકે જીવવાની સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચાર જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
સતત બીજા વર્ષે, કોઈ પણ મુખ્ય અંગ્રેજી બોલતા દેશ ટોચના ૧૦ માં સ્થાન મેળવી શક્યો નથી.
ઓસ્ટ્રેલિયા ૧૫મા, યુનાઇટેડ સ્ટેટ્સ ૨૩મા, કેનેડા ૨૫મા અને યુકે ૨૯મા ક્રમે છે.
ફિનલેન્ડ પ્રથમ ક્રમે, આઇસલેન્ડ બીજા ક્રમે, ડેનમાર્ક ત્રીજા ક્રમે, કોસ્ટા રિકા ચોથા ક્રમે અને સ્વીડન પાંચમા ક્રમે છે. નોર્વે છઠ્ઠા ક્રમે, નેધરલેન્ડ્સ સાતમા ક્રમે, ઇઝરાયલ આઠમા ક્રમે, લક્ઝમબર્ગ નવમા ક્રમે અને સ્વિટ્ઝર્લેન્ડ દસમા ક્રમે છે.
વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાને પોતાના રેન્કિંગમાં થોડો સુધારો જોયો છે, છતાં વૈશ્વિક રેન્કિંગમાં બંને દેશો હજુ પણ ઘણા નીચા ક્રમે છે. આ વર્ષનો રિપોર્ટ ખાસ કરીને ૅસોશિયલ મીડિયા અને યુવા હેપ્પીનેસૅ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આヘર્યજનક રીતે, પાકિસ્તાન આ યાદીમાં ભારત કરતા ઉપર છે. જ્યારે ભારત ૧૧૬મા ક્રમે છે, ત્યારે પાકિસ્તાન ૧૦૪મા ક્રમે છે. તેમાં જણાવાયું છે કે ભારતમાં વૃદ્ધોમાં જીવન સંતોષ વધ્યો છે, પરંતુ પાકિસ્તાનમાં સામાજિક સમર્થનમાં સુધારો થયો છે.
ભારત અંગે, રિપોર્ટમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયા યુવાનોમાં માનસિક તણાવ પેદા કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાનમાં આર્થિક અસ્થિરતા અને ફુગાવો સ્પષ્ટપણે દેખાય છે. ભારત કરતાં પાકિસ્તાનનું રેન્કિંગ ભારત કરતાં થોડું સારું સોશિયલ નેટવર્કિગ અને સપોર્ટ સ્તર હોવાને કારણે આગળ હતું. ભારતમાં, શહેરીકરણ અને એકલતાના વધતા દરે પણ સ્કોર્સને અસર કરી.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
