માત્ર તેલ-ગેસ જ નહીં, ઈરાન હવે ઈન્ટરનેટ પર પણ લગાવી શકે છે બ્રેક
દુનિયાનું ૯૭% થી વધુ ઈન્ટરનેટ ટ્રાફિક સમુદ્રના તળિયે બિછાવેલી ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા વહન થાય છે વર્તમાનમાં ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના સંઘર્ષને કારણે આ કેબલ્સ હવે યુદ્ધના મેદાનમાં શષ બની રહી છે : જો ડિજિટલ જીવનરેખા ગણાતી આ કેબલ્સ પર હુમલો થાય, તો તે આખી દુનિયાને અંધકારમાં ધકેલી શકે છે

તહેરાન તા.૨૦: દુનિયા અત્યારે ડિજિટલ યુગમાં જીવી રહી છે. આપણી બેંકિગ, સોશિયલ મીડિયા, એઆઈ અને ક્લાઉડ સ્ટોરેજ બધું જ ઈન્ટરનેટ પર નિર્ભર છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે ઈન્ટરનેટ સેટેલાઇટ દ્વારા ચાલે છે, પરંતુ હકીકત એ છે કે દુનિયાનું ૯૭% થી વધુ ઈન્ટરનેટ ટ્રાફિક સમુદ્રના તળિયે બિછાવેલી ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા વહન થાય છે. વર્તમાનમાં ઈરાન અને પヘમિી દેશો વચ્ચેના સંઘર્ષને કારણે આ કેબલ્સ હવે યુદ્ધના મેદાનમાં શષ બની રહી છે.
હોર્મુઝની સામુદ્રધુની અહીં પાણીની ઊંડાઈ સૌથી સાંકડા ભાગમાં માત્ર ૨૦૦ ફૂટ છે. આટલી ઓછી ઊંડાઈને કારણે સબમરીન કે અન્ય ટેકનિક દ્વારા કેબલ્સને નિશાન બનાવવું સરળ બને છે. ઈરાને અહીં દરિયાઈ સુરંગો બિછાવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.
બાબ-અલ-મંદેબ અને લાલ સમુદ્ર અહીં ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ જહાજો પર હુમલા કરી રહ્યા છે. આ માર્ગ યુરોપ, એશિયા અને આફ્રિકાને જોડતો મુખ્ય સેતુ છે.
ભારત માટે આ ખતરો ઘણો ગંભીર છે કારણ કે ભારતનું મોટાભાગનું આંતરરાષ્ટ્રીય ડેટા કનેક્શન આ જ માર્ગો પરથી પસાર થાય છે.
કેબલ નેટવર્કઃ ભારતને જોડતી મહત્ત્વની કેબલ્સ જેવી અને આ વિસ્તારોમાંથી પસાર થાય છે.
ડિજિટલ સેવાઓઃ જો આ કેબલ્સ કપાઈ જાય, તો ભારતમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન , શેરબજાર અને આઈટી ક્ષેત્ર ની સેવાઓ ખોરવાઈ શકે છે.
ટેક જાયન્ટ્સના ડેટા સેન્ટસ અમેઝોન , માઈક્રોસોફટ અને ગૂગલ જેવી મોટી કંપનીઓએ સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયામાં વિશાળ ડેટા સેન્ટર્સ સ્થાપ્યા છે.
આ સેન્ટર્સ આ જ સમુદ્રી કેબલ્સ દ્વારા દુનિયા સાથે જોડાયેલા છે. જો કેબલ્સને નુકસાન થાય, તો ક્લાઉડ સર્વિસ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે.
કેબલનું નામ કનેક્ટિવિટી મહત્વ એશિયા-આફ્રિકા - યુરોપ હાઈ - સ્પીડ ડેટા ટ્રાન્સફર મધ્ય પૂર્વ અને ભારત ગલ્ફ દેશો સાથે ભારતનું જોડાણ મુંબઈથી ગલ્ફ દેશો ભારતીય ડેટા માટે લાઈફલાઈન સમારકામમાં મુશ્કેલી જો યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં કેબલ કપાય, તો તેને ઠીક કરવા માટે સ્પેશિયલ જહાજો ત્યાં જઈ શકતા નથી, કારણ કે ત્યાં સુરક્ષાનું જોખમ હોય છે.
વીમા દરમાં વધારો શિપિંગ અને વીમા કંપનીઓ હવે આ વિસ્તારમાં કામ કરતા ડરે છે, જેનાથી ખર્ચ વધી રહ્યો છે.
આર્થિક પાયમાલી ઈન્ટરનેટ વગર આધુનિક અર્થતંત્ર ચાલી શકે તેમ નથી. તેલના સંકટ કરતા ઈન્ટરનેટનું સંકટ વધુ મોટું સાબિત થઈ શકે છે.
ઈરાન અને ઈઝરાયેલ કે પヘમિી દેશો વચ્ચેનો આ સંઘર્ષ હવે માત્ર જમીન કે આકાશ પૂરતો મર્યાદિત નથી, તે સમુદ્રના ઉંડાણ સુધી પહોંચી ગયો છે. જો ડિજિટલ જીવનરેખા ગણાતી આ કેબલ્સ પર હુમલો થાય, તો તે આખી દુનિયાને અંધકારમાં ધકેલી શકે છે. ભારત માટે પોતાની સાયબર સુરક્ષા અને વૈકલ્પિક રૂટ વિશે વિચારવું હવે અનિવાર્ય બની ગયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
