News of Friday, 20th March 2026
માર્ચ મહિનામાં મેડિક્લેમ અને વીમા પોલિસી નવીનીકરણના બહાને સાયબર ગઠિયાઓ સક્રિય
અજાણ્યા નંબર પરથી વીમા કે પોલિસી પેમેન્ટ માટે ફોન આવે તો ચેતી જજો : માફિયા ટેકનોલોજીના સહારે નવી પદ્ધતિથી ઠગાઈ કરવા લાગ્યોઃ ઠગાઈથી કેવી રીતે બચશો?

મુંબઇ તા.૨૦: માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ બજારમાં હિસાબ-કિતાબ અને નાણાકીય લેનદેનની ગતિવિધિઓ તેજ બને છે. વેપારીઓ માટે આ વર્ષાંતનો સમયગાળો હોય છે, જ્યારે નાગરિકો માટે મેડિક્લેમ અને વિવિધ પ્રકારના વીમા પ્રીમિયમ ભરવાના દિવસો નજીક આવતા હોય છે. આ જ પરિસ્થિતિનો લાભ લઈને સાયબર ઠગો પણ વધુ સક્રિય બન્યા છે અને શહેરમાં વીમા નવીનીકરણ (રિન્યૂ)ના બહાને છેતરપિડીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે.
સાયબર ગઠિયા હવે વધુ સુવ્યવસ્થિત રીતે જાળ બિછાવી રહ્યા છે. તેઓ ડાર્ક વેબ જેવા પ્લેટફોર્મ પરથી નાગરિકોના મોબાઈલ નંબર, નામ અને વીમા સંબંધિત માહિતી મેળવી લે છે. ત્યારબાદ તેઓ ઇન્શ્યોરન્સ કંપનીના અધિકારી તરીકે પોતાની ઓળખ આપી ફોન કરે છે અને પોલિસી સમાપ્ત થવાની છે તેમ કહી ડર બતાવી નાગરિકોને તાત્કાલિક પ્રીમિયમ ભરવા દબાણ કરે છે. ઉતાવળમાં અને પોલિસી રદ થવાના ભયથી નાગરિક ગઠિયાએ મોકલેલી લિક અથવા ક્યુઆર કોડ (QR Code) સ્કેન કરે છે અને ઠગાઈનો ભોગ બને છે.
આ પ્રક્રિયામાં ગઠિયાઓ નાગરિકોને એક ખાસ લિક મોકલે છે, જે દેખાવમાં અસલી ઇન્શ્યોરન્સ વેબસાઇટ જેવી જ લાગે છે. વાસ્તવમાં આ લિકમાં માલવેર અથવા ફિશિગ ટ્રેપ હોય છે. નાગરિકો જ્યારે તેમાં પોતાની બેંક વિગતો અથવા કાર્ડની માહિતી દાખલ કરે છે, ત્યારે તરત જ તેમના ખાતામાંથી નાણાં ઉપડી જાય છે. કેટલાક કિસ્સામાં ફોનમાં સ્પાયવેર ઇન્સ્ટોલ થઈ જાય છે, જેથી ભવિષ્યમાં પણ નાણાકીય નુકસાન થઈ શકે છે. તાજેતરમાં નારોલના એક યુવક સાથે બનેલી ઘટના આ પ્રકારની ઠગાઈનું તાજું ઉદાહરણ છે.
અજાણ્યા નંબર પરથી આ યુવકને ફોન આવ્યો અને જણાવ્યું કે તેમની ઇન્શ્યોરન્સ પોલિસી સમાપ્ત થવાની છે, જો તેને ચાલુ રાખવી હોય તો તરત જ પ્રીમિયમ ભરવું પડશે. આથી યુવક વિશ્વાસમાં આવી ગયો અને ગઠિયાએ મોકલેલી લિક પર ક્લિક કરીને નાણાં ચૂકવ્યા હતા. થોડા સમય બાદ યુવકે નાણાં જમા અંગે સંબંધિત ઇન્શ્યોરન્સ કંપનીમાં તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે કંપનીને તેમની પોલિસીના સંદર્ભે કોઈ રકમ મળી નથી.
આ પ્રકારના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ સેલે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ સંજોગોમાં અજાણી લિક પર ક્લિક કરવું જોખમી છે. ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે ઠગો પણ નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, તેથી સાવચેતી અને જાગૃતિ જ સૌથી અસરકારક ઉપાય છે.
ઠગાઇથી કેવી રીતે બચશો?
અજાણ્યા નંબર પરથી આવતા વીમા અથવા બેંક સંબંધિત ફોન કોલ્સથી સાવધ રહો.
કોઈપણ લિક પર ક્લિક કરતા પહેલા તેની વિશ્વસનીયતા તપાસો.
પ્રીમિયમ અથવા અન્ય ચૂકવણી માટે માત્ર સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશનનો જ ઉપયોગ કરો.
OTP, બેંક વિગતો અથવા કાર્ડની માહિતી ક્યારેય કોઈને આપશો નહીં.
ફોનમાં એન્ટીવાયરસ અને સુરક્ષા એપ્લિકેશન હંમેશા અપડેટ રાખો.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
