અમેરિકાએ ઇરાન ઉપર ઝીંકયો મહાબોંબ 10:48 AM
નાઈજિરિયન સૈનિકોએ બોકો હરામના ૮૦ આતંકવાદીઓને ઠાર કર્યા
આતંકીઓએ બેઝ પર ડ્રોન્સ સાથે હુમલો કર્યો હતો : અગાઉ આતંકીઓએ માઇદુગુરીમાં આત્મઘાતી હુમલો કરી ૨૩ નાગરિકોને મારી નાંખ્યા હતા

માઈદુગુરી, નાઈજિરિયા,તા.૨૦: નાઇજરની સરહદ નજીક બોર્નો સ્ટેટમાં આવેલા મિલિટરી બેઝ માલામ ફાટોરી મિલિટરી બેઝ પર મધરાતે ડ્રોન સાથ હુમલો કરનારા બોકો હરામના આતંકીઓને નાઇજિરિયન સૈનિકોએ મારી હટાવ્યા હતા. આ વળતાં હુમલામાં નાઇજિરિયન સૈનિકોએ ૮૦ હુમલાખોરોને મારી નાંખ્યા હતા તેમ લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું. સોમવારે ત્રણ આત્મઘાતી હુમલાખોરોએ પાટનગર માઇદુગુરીમાં આત્મઘાતી હુમલો કરી ૨૩ જણાંને મારી નાંખ્યા અને સોથી વધારે લોકોને ઘાયલ કર્યા તે પછી આતંકીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. યુનાઇટેડ નેશન્સના જણાવ્યા અનુસાર બોકો હરામના આતંકીઓની બળવાખોરી શરૂ થયા બાદ નાઇજાિરિયામાં ૪૦,૦૦૦ કરતાં વધારે લોકો માર્યા ગયા છે.
લશ્કરના પ્રવકતાના દાવા અનુસાર સૈનિકોને આ હુમલો થવાની આશંકા હોઈ તેઓ તૈયાર થઈને બેઠાં હતા. તેમણે તોપમારા અને હવાઇહુમલાની સહાયથી વળતો હુમલો કરી ૮૦ હુમલાખોરોને મારી નાંખ્યા હતા. જેમાં ત્રણ મોટા કમાન્ડર્સનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ નાઇજિરિયન લશ્કરના ચાર સૈનિકોને ઈજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સૈનિકોએ આતંકીઓના શષોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો હતો. આ શષોમાં એસોલ્ટ રાઈફલ્સ, આરપીજી લોન્ચર્સ, મશીન ગન્સ અને સશસ્ત્ર ડ્રોન્સના પૂર્જાઓનો સમાવેશ થાય છે.
પાટનગરમાં સોમવારે થયેલાં ત્રણ આત્મઘાતી હુમલાઓની કોઈ જૂથે જવાબદારી લીધી નથી પણ બોકો હરામ જિહાદી ગ્રુપ દ્વારા આ હુમલાઓ કરાવવામાં આવ્યા હોવાની શંકા જણાવાઈ રહી છે. ૨૦૦૯થી નાઈજિરિયામાં ઈસ્લામી શાસન લાદવા બળવાખોરી કરનારા બોકો હરામ ના અનેક જૂથો દેશમાં સક્રિય છે. જેમાં એક જૂથ ઈસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ છે. જેને ઈસ્લામિક સ્ટેટ ગ્રુપનો ટેકો મળેલો છે. આ જૂથે તાજેતરમાં લશ્કર સામે હુમલા કરાવ્યા હોવાનું મનાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નાઇજાિરિયાની સરકાર તેના નાગરિકોનું રક્ષણ કરવા પૂરતાં પગલાં લઇ રહી નથી. યુએસ દ્વારા ગયા મહિને નાઇજાિરિયામાં દળો મોકલવામાં આવ્યા હતા. આ દળો નાઈજિરિયાની મિલિટરીને આતંકીઓ સામે કેમ લડવું તેની સલાહ આપવા માટે મોકલવામાં આવ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
