હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈમ્પોર્ટ કરનારાઓ હવેથી ટેક્સની રકમ હપ્તે-હપ્તે પણ ચૂકવી શકશે
પોર્ટલ પર અરજી કરનારાઓને જ આ સુવિધાનો લાભ આપવામાં આવશે

મુંબઈ,તા.૨૦: ઇમ્પોર્ટ કરનારાઓને એક સાથે ટેક્સની રકમ ચૂકવવામાંથી રાહત આપતો નિર્ણય કરવામાં આવ્યો છે. તેઓ દ્વારા ભરવામાં આવનાર ટેક્સની રકમ હવેથી હપ્તે હપ્તે પણ ચૂકવી શકાશે. જોકે તેના માટે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવ્યું હશે તો જ તેનો લાભ મળવાનો છે. સાથે સાથે ઇમ્પોર્ટ કરનારાઓએ આ માટેની અરજી પોર્ટલ પર કરી દેવાની છે. તેની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. જેથી લાભ મેળવવા ઇચ્છતા હોય તે પોર્ટલ પર જઈને અરજી કરી શકશે.
ગલ્ફમાં વધતા યુદ્ધના તણાવ અને અમેરિકા દ્વારા લદાયેલા નવા ટેરિફ વચ્ચે દેશના આયાતકારોને મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય બજેટની જાહેરાતને પગલે કસ્ટમ વિભાગે ૧લી માર્ચથી આયાતી ડડ્યૂટી ચૂકવવા માટે હપ્તાની સુવિધા કરી આપવાની સિસ્ટમ અમલી બનાવી દીધી છે. હવે આયાતકારોએ માલ છોડાવતી વખતે એકસાથે મોટી રકમ ચૂકવવાને બદલે માસિક ધોરણે ડડ્યૂટી ભરી શકશે. આ માટે ૧લી માર્ચથી પોર્ટલ પર એઈ ઓપોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય આયાતકારો વધુ સક્ષમ બનશે.(૪૦.૧૩)
નિર્ણયનો આ ઇમ્પોર્ટરને લાભ મળશે
જ્જ જે આયાતકારોનો કસ્ટમ્સ અને GST પાલનનો રેકર્ડ સારો હશે તેમને જ લાભ મળશે.
જ્જ ટર્નઓવર અને ભૂતકાળના વ્યવહારોના આધારે હપ્તાની સુવિધા નક્કી થશે.
જ્જ આ યોજના પૂરેપૂરી વિશ્વાસ અને નિર્ધારિત માપદંડો પર ડિઝાઇન કરવામાં આવી છે.
જ્જ પાત્રતા ધરાવતી MSME એકમો અને AEO-T1 સંસ્થાઓ પણ આમાં જોડાઈ શકશે.
વેપારીઓની મૂડી બચવાને કારણે વેપારના વ્યાપમાં વધારો થશે
અત્યાર સુધી આયાતી ડયુટીની રકમ ખૂબ મોટી હોવાથી વેપારીઓની મોટાભાગની લિક્વિડિટી ડ્યુટીમાં જ જામ થઈ જતી હતી. આ નવી સિસ્ટમથી બજારમાં રોકડનો પ્રવાહ વધશે અને વેપારીઓ પાસે મૂડી જમા રહેવાના કારણે વેપાર વધારવામાં તેનો વપરાશ કરી શકશે. તેની અસર વેપારીઓ લાંબે ગાળે દેખાશે. -સીએ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
