તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Friday, 20th March 2026
દેશના અનેક રાજ્યોમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો:15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: મદુરાઈમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી:દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ વરસાદી માહોલ:ભારે પવન, વીજળી પડવાની અને કરા પડવાની ચેતવણી

નવી દિલ્હી :દેશના અનેક રાજ્યોમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે, જ્યાં ભર ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મદુરાઈમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાથે જ ભારે પવન, વીજળી પડવાની અને કરા પડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને લોકો સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
