રાજકોટથી હરિદ્વારની ડેઇલી ટ્રેન માટે સંસદમાં રામભાઈ મોકરીયાની રજૂઆતઃ

રાજ્યસભાના સંસદ સભ્ય રામભાઈ મોકરીયાએ રાજ્યસભામાં રજૂઆત કરી છે કે રાજકોટથી હરિદ્વારની ડેઇલી ટ્રેન શરૂ કરવામાં આવે. તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રના મુસાફરોને હરિદ્વાર અને દિલ્હી જવા માટે માત્ર એક જ ટ્રેન છે, જે અઠવાડિયામાં એક વખત ચાલે છે. રામભાઈ મોકરીયાએ કહ્યું કે આ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ન મળતી હોવાથી મુસાફરોને ખૂબ મુશ્કેલી પડે છે. તેમણે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીને સૌરાષ્ટ્રના મુસાફરોને હરિદ્વાર જવા માટે ડેઇલી ટ્રેન આપવા માટે વિનંતી કરી છે. રામભાઈ મોકરીયાએ અમદાવાદથી ઋષિકેશ જવા માટે યોગનગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ ટ્રેન ચાલુ હોવાનું પણ જણાવ્યું, પરંતુ આ ટ્રેનમાં પણ કન્ફર્મ ટિકિટ ન મળતી હોવાથી મુસાફરોને મુશ્કેલી પડે છે.સૌરાષ્ટ્રમાં લોકસભાના આઠ સંસદ સભ્યો અને સાત રાજ્યસભાના સભ્યો તેમજ ૩.૫૦ કરોડ લોકોની હરિદ્વાર માટે ડેઇલી ટ્રેન મળે તેવી રજૂઆત છે. રાજયસભામાં રામભાઇ મોકરીયાએ જણાવ્યુ હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજી તથા રેલ્વેના અધિકારીઓ યાત્રિકોના હિતમાં કામગીરી કરી રહયા છે. જે આવકારદાયક છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
