<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

દિલ્હી-NCR ના 15,000 કિમી રસ્તાઓ ગેરકાયદેસર પાર્કિંગના ભરડામાં: શું સ્વીડન જેવી કડક સિસ્ટમ જ ટ્રાફિકના જામ આઉટ કરી શકશે?

વસ્તી કરતા ત્રણ ગણી ઝડપે વધી રહ્યા છે વાહનો; 91% લોકો માને છે કે આંતરિક રસ્તાઓ હવે બોજ સહન કરવા અસમર્થ, જાણો શું છે ટ્રાફિકના ચક્રવ્યૂહમાંથી નીકળવાનો 'માસ્ટર પ્લાન'

નવી દિલ્હી | તા.20: દિલ્હી અને તેની આસપાસના NCR શહેરો (નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ) માટે ટ્રાફિક જામ હવે માત્ર એક સમસ્યા નથી, પણ દૈનિક સંઘર્ષ બની ગયો છે. એક ચોંકાવનારા અહેવાલ મુજબ, દિલ્હીના લગભગ 15,598 કિલોમીટર લાંબા રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ અને અતિક્રમણનો એટલો પ્રભાવ છે કે મુખ્ય હાઇવે પર સર્જાતો જામ મિનિટોમાં આંતરિક રસ્તાઓને પણ સ્થગિત કરી દે છે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી સ્વીડન જેવા વિકસિત દેશો જેવી કડક દેખરેખ અને અમલીકરણ નહીં થાય, ત્યાં સુધી આ સ્થિતિ સુધરવાની શક્યતા ઓછી છે.

શહેરી આયોજનની નિષ્ફળતા અને મિલીભગત

દિલ્હી વિકાસ સત્તામંડળ (DDA) ના ભૂતપૂર્વ આયોજન કમિશનર અશોક કુમાર જૈન જણાવે છે કે દિલ્હીમાં વાહન વૃદ્ધિનો દર વસ્તી વૃદ્ધિ કરતા ત્રણ ગણો વધુ છે. દિલ્હીમાં લગભગ 80 લાખ નોંધાયેલા વાહનો છે. વિડંબના એ છે કે શહેરના 40 ટકા રસ્તાઓ પર તો ફૂટપાથ જ નથી, અને જ્યાં છે ત્યાં ગેરકાયદેસર પાર્કિંગ અથવા દુકાનદારોએ અતિક્રમણ કરી રાખ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને સ્થાનિક અધિકારીઓની મિલીભગતને કારણે અતિક્રમણ દૂર કર્યાના ગણતરીના કલાકોમાં જ પરિસ્થિતિ જસ કી તસ થઈ જાય છે.

સ્વીડન મોડેલ: ઉકેલની નવી આશા?

સીપીડબ્લ્યુડીના પૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર જનરલ ડી.સી. ગોયલના મતે, આપણે વિકસિત દેશો પાસેથી શીખવાની જરૂર છે. સ્વીડનમાં ટ્રાફિકના નિયમો અત્યંત કડક છે. ત્યાં જો કોઈ વાહન ગેરકાયદેસર રીતે પાર્ક થયેલું જોવા મળે, તો તેને તુરંત ક્રેન દ્વારા ખેંચીને શહેરની બહારના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં મોકલી દેવામાં આવે છે, જ્યાંથી વાહન પાછું મેળવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને ખર્ચાળ હોય છે. આ કડકતાને કારણે લોકો રસ્તા પર વાહન ઉભા રાખતા ડરે છે. દિલ્હીમાં પણ નેહરુ પ્લેસ, આશ્રમ ચોક અને વિકાસ માર્ગ જેવા 62 અતિ સંવેદનશીલ કોરિડોર ઓળખવામાં આવ્યા છે, જ્યાં આવી કડક કાર્યવાહીની જરૂર છે.

જાહેર પરિવહન અને ભાવિ આયોજન

માસ્ટર પ્લાન 2041 હેઠળ, જાહેર પરિવહનનો હિસ્સો અત્યારના 35% થી વધારીને 80% કરવાનું લક્ષ્ય છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે દિલ્હીના 31% વિસ્તારોમાં 500 મીટરની ત્રિજ્યામાં બસ સ્ટોપ પણ નથી. મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા અને ત્યાંથી ઘરે જવા માટેની 'લાસ્ટ માઇલ કનેક્ટિવિટી'ના અભાવે લોકો ખાનગી વાહનો તરફ વળે છે.

NCR શહેરોની સ્થિતિ પર એક નજર:

(4:44 PM IST)