News of Friday, 20th March 2026
8માં પગાર પંચ માટે પ્રતિભાવો આપવાની સમયસીમા 31મી માર્ચ સુધી લંબાવાઈ
કેન્દ્રીય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સ અને અન્ય હિતધારકો સાથે ચર્ચા વિચારણા કરવાની પ્રક્રિયામાં ભાગ લેવા તથા વિચારો રજૂ કરવા માટે વધુ સમય અપાયો

નવી દિલ્હી : દેશમાં 8માં પગારપંચને લઈ વ્યાપક પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સ તેમના પગાર અને પેન્શનમાં વધારો થાય તેવી પૂરી શક્યતા છે. આ દરમિયાન એક મહત્વની માહિતી સામે આવી છે.
8માં પગાર પંચે તેમના 18 મુદ્દા ધરાવતી પ્રશ્નાવલીના જવાબ રજૂ કરવાની સમય સીમા વધારીને 31મી 2026 કરી છે. આ સમય સીમાને લંબાવવાનો ઉદ્દેશ કેન્દ્રીય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સ અને અન્ય હિતધારકો સાથે ચર્ચા વિચારણા કરવાની પ્રક્રિયામાં ભાગ લેવા તથા વિચારો રજૂ કરવા માટે વધુ સમય આપ્યો છે.
સમયસીમા લંબાવવામાં આવ્યો તે અંગે કર્મચારીઓ સમૂહે આ અંગે વિનંતી બાદ કરવામાં આવ્યા છે, જેમાં તેમણે સમજી-વિચારીને તેમના વિચાર રજૂ કરવા વધુ સમય માંગ્યો હતો. આ પ્રશ્નાવલી વેતન, પેન્શન-ભથ્થા તથા સેવા સંબંધિત શરતો સાથે સંકળાયેલ ભલામણોને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં મહત્વનું પગલું છે. જેની અસર લાખો લાભાર્થીઓ પર પડશે.
આ ફોર્મ કમિશનની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને પગાર માળખું, પેન્શન, ભથ્થાં અને નોકરીની પરિસ્થિતિઓ વિશે પ્રશ્નો પૂછે છે. લોકોએ ફક્ત MyGov પ્લેટફોર્મ દ્વારા જ પોતાનો પ્રતિસાદ સબમિટ કરવાનો રહેશે. ઇમેઇલ, કાગળ અથવા PDF દ્વારા મોકલવામાં આવેલા પ્રતિસાદ સ્વીકારવામાં આવશે નહીં. પ્રતિભાવ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં સબમિટ કરી શકાય છે. તમામ પ્રતિભાવો એકત્રિત અને વિશ્લેષણ કરવામાં આવશે અને કોઈપણ વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
તેનું સત્તાવાર પોર્ટલ ફેબ્રુઆરી 2026 માં શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં આવશ્યક માહિતી અને પ્રતિભાવ સબમિટ કરવા માટે એક લિંક આપવામાં આવી હતી. કર્મચારીઓ અને સંગઠનો દ્વારા તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે વધુ સમય આપવાની વિનંતીના જવાબમાં સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જોકે કમિશન સક્રિયપણે પ્રતિભાવ એકત્રિત કરી રહ્યું છે પરંતુ અંતિમ ભલામણો સબમિટ કરવા અથવા તેનો અમલ કરવા માટે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. સંસદમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ભલામણો સ્વીકારાયા પછી જ અમલીકરણ અને બાકી રકમ અંગેના નિર્ણયો લેવામાં આવશે. જો કે ઐતિહાસિક રીતે, પગાર વધારો 1 જાન્યુઆરી, 2026થી અસરકારક માનવામાં આવે છે અને બાકી રકમની ગણતરી પણ તે તારીખથી થવાની અપેક્ષા છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
