News of Saturday, 21st March 2026
ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા: પ્રસિદ્ધ બદ્રીનાથ ધામ બરફની સફેદ ચાદરથી ઢંકાયું
આસપાસના પહાડી વિસ્તારોમાં પણ સતત બરફ પડી રહ્યો હોવાથી સમગ્ર વિસ્તારનું દ્રશ્ય અત્યંત મનોરમ્ય બની ગયું

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવતા તાજેતરમાં ભારે હિમવર્ષા નોંધાઈ છે. આ તાજી હિમવર્ષાને કારણે પવિત્ર યાત્રાધામ બદ્રીનાથ મંદિર બરફની આકર્ષક સફેદ ચાદરથી સંપૂર્ણપણે ઢંકાઈ ગયું છે. આસપાસના પહાડી વિસ્તારોમાં પણ સતત બરફ પડી રહ્યો હોવાથી સમગ્ર વિસ્તારનું દ્રશ્ય અત્યંત મનોરમ્ય બની ગયું છે અને તાપમાનનો પારો ગગડ્યો છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
