News of Saturday, 21st March 2026
અમેરિકન પ્રેસિડેન્ટનો ૯૦ મિનિટમાં જ યુ-ટર્ન: પહેલા કહ્યું મારે ઈરાન સાથે કોઈ જ યુદ્ધવિરામ કરવો નથી: થોડી જ વારમાં કહ્યું "હું ઈરાન સાથેનું યુદ્ધ ધીમે ધીમે સમાપ્ત કરવા પર વિચાર કરી રહ્યો છું." ! ન્યૂઝફર્સ્ટ

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ અને યુદ્ધવિરામ અંગે માત્ર ૯૦ મિનિટ (દોઢ કલાક) ના ટૂંકા ગાળામાં જ પોતાનું વલણ સંપૂર્ણપણે બદલી નાખતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે અસમંજસ ઊભી થઈ હોવાનો ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.
વૉશિંગ્ટન સમય મુજબ બપોરે ૩.૪૩ વાગ્યે (ઈટી) ટ્રમ્પે અત્યંત આક્રમક શબ્દોમાં સ્પષ્ટ જાહેરાત કરી હતી કે, "મારે ઈરાન સાથે કોઈ જ યુદ્ધવિરામ કરવો નથી." પરંતુ, આશ્ચર્યજનક રીતે સાંજે ૫.૧૩ વાગ્યે (ઈટી) તેમણે પોતાનો જ નિર્ણય ફેરવી તોળતા એક નવું નિવેદન આપ્યું કે, "હું ઈરાન સાથેનું યુદ્ધ ધીમે ધીમે સમાપ્ત કરવા પર વિચાર કરી રહ્યો છું."
વિવિધ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓએ રાષ્ટ્રપતિના આટલા ઝડપી યુ-ટર્નને સૌથી પહેલા બ્રેકિંગ ન્યૂઝ તરીકે આવરી લીધો છે, જે વૈશ્વિક સ્તરે અમેરિકાની રણનીતિ પર અનેક સવાલો ઊભા કરી રહ્યો છે.*
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
