<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

આવકવેરાના નવા નિયમો જાહેરઃ HRAમાં વધારો ભાડુઆત- માલિકના સંબંધની માહિતી ફરજિયાત

અમદાવાદ સહિતનાં ૮ શહેરોના પગારદારોને HRAમાં ૫૦% છૂટઃ PAN સંબંધિત મર્યાદાઓમાં પણ મોટો વધારો

નવી દિલ્‍હી,તા.૨૧: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસ (CBDT) એ શુક્રવારે આવકવેરા ધારા ૨૦૨૫ માટેના નવા નિયમોનું નોટિફિકેશન જારી કર્યું હતું. પહેલી એપ્રિલ ૨૦૨૬થી અમલી બની રહેલા આ નિયમોનો હેતુ ટેક્‍સ કાયદાને વધુ સરળ બનાવવાનો છે. નવા નિયમોમાં પગારદાર વર્ગને હાઉસ રેન્‍ટ એલાઉન્‍સ (HRA)માં કરકપાતના વધુ લાભ મળશે, પરંતુ હવે ભાડુઆત અને મકાનમાલિકના સંબંધની માહિતી આપવી ફરજિયાત રહેશે.

આવકવેરા નિયમોમાં બેંકોમાં રોકડ જમા-ઉપાડ, મોટર વ્‍હિકલ, મિલકતની ખરીદી અને હોટલ બિલની ચુકવણી માટે ભ્‍ખ્‍ફ નંબર આપવાની મર્યાદામાં મોટો વધારો કરાયો છે. હવે એક નાણાકીય વર્ષમાં એક વ્‍યક્‍તિના એક કે વધુ ખાતામાં રૂ. ૧૦ લાખ કે તેથી વધુના કેશ ડિપોઝિટ અથવા વિથડ્રોલ માટે PAN ફરજિયાત રહેશે. હાલમાં બેંકમાં એક દિવસમાં રૂ.૫૦,૦૦૦થી વધુ રોકડ જમા કરાવવા માટે PAN જરૂરી છે.

મોટર વ્‍હિકલ (મોટર સાયકલ સહિત) ખરીદવાના કિસ્‍સામાં જો કિમત રૂ.૫ લાખથી વધુ હોય તો ખરીદદારે પોતાનો ભ્‍ખ્‍ફ નંબર જણાવવો પડશે. વર્તમાન આવકવેરા નિયમો, ૧૯૬૨ મુજબ ટુ-વ્‍હીલર ખરીદવા માટે PAN નંબર આપવાની જોગવાઈ નથી, જ્‍યારે મોટર વ્‍હિકલ માટે કિમત ગમે તે હોય, તે ફરજિયાત હતું. મિલકતના લેવડદેવડમાં ભ્‍ખ્‍ફની આ મર્યાદા રૂ.૨૦ લાખ નક્કી કરાઈ છે.

હોટેલ-રેસ્‍ટોરન્‍ટના બિલ, કન્‍વેન્‍શન સેન્‍ટરો અથવા બેન્‍ક્‍વેટ હોલને ચુકવણી અથવા ઈવેન્‍ટ મેનેજમેન્‍ટ સાથે સંકળાયેલી વ્‍યક્‍તિ માટે ચુકવણી રૂ.૧ લાખથી વધુ હોય તો PANફરજિયાત રહેશે. હાલના આઈ-ટી નિયમોમાં હોટેલ-રેસ્‍ટોરન્‍ટ બિલના કિસ્‍સામાં પાન કાર્ડ આપવા માટે રૂ.૫૦,૦૦૦ની મર્યાદા છે.

આવક્‍વેરા કાયદાને બદલવા માટે એક નવું આવકવેરા સંસદે ૧૨ ઓગસ્‍ટ, ૨૦૨૫ના રોજ છ દાયકા જૂના બિલ પસાર કર્યું હતું. નવા બિલમાં કોઈ નવો ટેક્‍સ નથી અને તે ફક્‍ત ભાષાને સરળ બનાવે છે. આ કાયદામાં બિનજરૂરી જોગવાઈઓ દૂર કરાઈ છે. ૧૯૬૧ના આવકવેરા કાયદામાં કલમોની સંખ્‍યા ૮૧૯ હતી. જેને હવે ઘટાડી ૫૩૬ કરાઈ છે. ચેપ્‍ટર્સની સંખ્‍યા પણ ૪૭થી ઘટાડી ૨૩ કરાઈ છે. નવા ધારામાં કેપિટલ ગેઈન (મૂડી લાભ), સ્‍ટોક એક્‍સચેન્‍જ ટ્રાન્‍ઝેક્‍શન અને બિન-નિવાસી કરવેરા અંગે કડક નિયમો છે.

નવા નિયમોમાં પગારદાર કરદાતાઓ માટે ઘરભાડા ભથ્‍થા (HRA)માં ટેક્‍સ મુક્‍તિના સૂચિત માળખાને જાળવી રખાયું છે. જોકે તેમાં ૫૦ ટકા મુક્‍તિ માટે પાત્ર શહેરોની સંખ્‍યા બમણી કરાઈ છે. નવા નિયમો હેઠળ આઠ શહેરો મુંબઈ, કોલકાતા, દિલ્‍હી, ચેન્નાઈ, હૈદરાબાદ, પુણે, અમદાવાદ અને બેંગલુરુના પગારદાર વર્ગને ૫૦ ટકાની ઊંચી મુક્‍તિ મર્યાદાનો લાભ મળશે. બીજા તમામ સ્‍થળોના કર્મચારીઓને ૪૦ ટકા મુક્‍તિ મર્યાદા લાગુ પડશે.

(9:55 AM IST)