<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

અમેરિકા હવે ઈરાન વિરુદ્ધ જમીની યુદ્ધ લડે તેવા સંકેતો

યુદ્ધમાં સ્‍થિતિ મજબૂત કરવા હજારો સૈનિકો મોકલી જમીન પર યુદ્ધ લડવા વિચારણા, હવાઈ હુમલા કરવાથી ક્રાંતિ લાવી શકાતી નથીઃ નેતન્‍યાહૂ

તેલઅવીવ,તા.૨૧: ઈરાન સામેનું યુદ્ધ ૨૧મા દિવસમાં પ્રવેશ્‍યું છે. ઈરાનને હવાઈ હુમલા કરીને હંફાવવા અને યુદ્ધમાં પોતાની સ્‍થિતિ મજબૂત કરવા અમેરિકાને નાકે દમ આવી ગયો છે. અમેરિકા હવે તેનાં હજારો સૈનિકો મોકલીને જમીન પર યુદ્ધ લડવા વિચારણા કરી રહ્યું હોવાનાં સંકેતો ઈઝરાયેલનાં પીએમ નેતન્‍યાહુએ આપ્‍યા છે. તેમણે કહ્યું હતું કે અમારા હુમલાથી ઈસ્‍લામિક દેશ તબાહ થઈ રહ્યો છે. અમેરિકા પોતાનું લશ્‍કર ત્‍યાં ઉતારીને યુદ્ધમાં તેની સ્‍થિતિ વધારે મજબૂત કરવા માર્ગ છે. નેતન્‍યાહુએ કહ્યું હતું કે તમે એક આયતુલ્‍લાની સામે બીજા આયાતુલ્‍લાને લાવવા વિચારી શકો નહીં. તમે હિટલરની જગ્‍યાએ બીજો હિટલર લાવવા વિચારી શકો નહીં. ઈરાનનાં શાસકોને ફક્‍ત હવાઈ હુમલા કરીને સત્તા પરથી ઉખાડીને ફેંકી શકાશે નહીં તે માટે જમીન પર યુધ્‍ધ લડવું પડશે. તેમણે એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં કહ્યું કે હવાઈ હુમલા કરીને ક્રાંતિ સર્જી શકાતી નથી. તેનાં માટે જમીની હિસ્‍સા પર લડવું પડે છે. નેતન્‍યાહુએ દાવો કર્યો હતો કે ઈરાન સામેનું યુધ્‍ધ અમે જીતી રહ્યા છીએ. ૨૧ દિવસનાં હવાઈ હુમલા પછી ઈરાન પાસે યુરેનિયમને સમૃધ્‍ધ કરવાની કે બેલેસ્‍ટિક મિસાઈલ્‍સ બનાવવાની ક્ષમતા બચી નથી. ઈરાન તબાહ થઈ રહ્યું છે. ઈરાનનાં મિસાઈલ્‍સ અને ડ્રોનનાં ભંડાર ઝડપથી ખતમ થઈ રહ્યા છે. તેનો જલ્‍દી નાશ કરાશે. અમે જમીન પરનાં તેનાં ઈન્‍ફાસ્‍ટ્રકચરનો નાશ કરી રહ્યા છીએ. મિસાઈલ્‍સ બનાવવા માટે જરૂરી પાર્ટસ બનાવવા માટેની ફેકટરીઓ અને અણુ શષો બનાવવા માટેનાં કારખાનાનો નાશ કરાઈ રહ્યો છે. નેતન્‍યાહુએ દાવો કર્યો હતો કે અમે અમેરિકાને પરાણે યુધ્‍ધ ઢસડડ્‍યું નથી. ઈઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલા કર વા અમેરિકાને પ્રભાવિત કરાયું નથી. મેં કોઈને ગેરમાર્ગે દોર્યા નથી. અમે ટ્રમ્‍પને એવું નથી કહ્યું કે તમારે ઈરાન પર હુમલા કરવા જોઈએ. ઈરાનનાં સાઉથ પાર્સ ગેસ ક્ષેત્ર પર અમે એકલાએ હુમલો કર્યો હતો.

 પશ્ચિમ એશિયા યુદ્ધઃ રિયાધમાં એક ભારતીયનું મોત

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ દિવસે દિવસે વધુ વિકરાળ બનતું જાય છે. અમેરિકા અને ઇઝરાયેલના હુમલા સામે ઈરાન પણ જોરદાર પલટવાર કરી રહ્યું છે. મિસાઈલ અને ડ્રોનના હુમલાના આ યુદ્ધને ૨૧ દિવસ થયા છે અને સમગ્ર ખાડી ક્ષેત્રમાં તણાવનું અને ભયનું વાતાવરણ છે. આ યુદ્ધમાં સાઉદી અરબની રાઝધાની રિયાધમાં એક ભારતીય વ્‍યક્‍તિનું મૃત્‍યુ થયું છે.

ભારતીય દુતાવાસે આ ઘટના અંગે શોક પ્રગટ કરીને મદદનો હાથ લંબાવ્‍યો છે. દુતાવાસે કહ્યું કે તે પરિવાર અને સ્‍થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને શક્‍ય તમામ મદદ આપવા માટે પ્રતિબદ્ધ છે. ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઈરાનને ખતમ કરવાની ધમકી આપી હતી. હવે એવું લાગે છે કે અમેરિકાના છ સહયોગી દેશો પણ સક્રિય થયા છે અને આ દેશ અવરોધાયેલી હોર્મુઝ સ્‍ટ્રેટને ખોલાવવામાં અમેરિકાની મદદ કરી શકે છે. જેમાં બ્રિટન, જાપાન, નેધરલેન્‍ડ્‍સ, ઇટલી, જર્મની અને ફ્રાન્‍સનો સમાવેશ થાય છે.

(9:57 AM IST)