News of Saturday, 21st March 2026
દુબઈ અને યુએઈના વિવિધ વિસ્તારોમાં રહેતા તમામ ભારતીયો માટે અત્યંત ગંભીર ચેતવણી: ઈરાન હવે નાગરિક સ્થળો અને બંદરોને સીધું નિશાન બનાવી શકે તેવી પૂરેપૂરી શક્યતા
ઈરાને યુએઈના દુબઈ, અબુ ધાબી અને ફુજૈરાહ જેવા મુખ્ય બંદરો ખાલી કરવાની ધમકી આપી છે: તાજેતરમાં દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ડ્રોન અને મિસાઈલ હુમલાના પ્રયાસો અતિ ગંભીરતા દર્શાવે છે

નવી દિલ્હી: વ્યુહાત્મક સહિતની બાબતોના જાણીતા વિશ્લેષણકાર શ્રી ગૌરવ પ્રધાન દ્વારા સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થયેલી એક પોસ્ટ દ્વારા ચેતવણીમાં દુબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીયોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પ્રથમ તકે ભારત પરત ફરી જાય. ઈરાન હવે શાંત રહેવાના મૂડમાં નથી દર્શાતું અને તે આગામી સમયમાં સિવિલ (નાગરિક) ટાર્ગેટ પર હુમલો કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાને યુએઈના દુબઈ, અબુ ધાબી અને ફુજૈરાહ જેવા મુખ્ય બંદરો ખાલી કરવાની ધમકી આપી છે. તાજેતરમાં દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ડ્રોન અને મિસાઈલ હુમલાના પ્રયાસોને પગલે યુએઈની એર ડિફેન્સ સિસ્ટમે આકાશમાં જ મિસાઇલો તોડી પાડી હતી, જેના કારણે આખા શહેરમાં મોટા ધડાકા સંભળાયા હતા. આ પરિસ્થિતિને કારણે દુબઈમાં ફસાયેલા ભારતીય પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને ફ્લાઈટ્સ પણ રદ કે મોડી થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પણ પોતાના નાગરિકોને યુએઈ છોડવા માટે સત્તાવાર એડવાઈઝરી જારી કરી છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
