<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

હિમાચલમાં ૧૬ માર્ચથી પહાડો પર સતત બરફવર્ષા: મેદાની વિસ્તારોમાં વરસાદ; આગામી સમય માટે ઓરેન્જ એલર્ટ જાહેર

પ્રવાસીઓ માટે અટલ ટનલ સંપૂર્ણ બંધ; સોલંગ વેલીમાં હિમવર્ષાને કારણે નહેરુ કુંડ પાસે વાહનો રોકવામાં આવ્યા, ૪૮ કલાક હિમવર્ષાની આગાહી

સોલાંગ વેલી: હિમાચલ પ્રદેશમાં ૧૬ માર્ચથી પહાડી વિસ્તારોમાં સતત બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. યોગેશ જોશીના અહેવાલ અને હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા જારી કરાયેલા ઓરેન્જ એલર્ટ અનુસાર, સોલંગ વેલીમાં હજુ પણ ગઈ રાત્રી સુધી હિમવર્ષા અને વરસાદ ચાલુ છે. સલામતીના ભાગરૂપે પ્રવાસીઓને નહેરુ કુંડ પાસે રોકી દેવામાં આવ્યા છે. નહેરુ કુંડથી સોલંગ નાલા સુધી માત્ર ફોર-બાય-ફોર (૪x૪) વ્હીલ વાહનો જ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. 

 

ભારે હિમવર્ષાના કારણે રોહતાંગ પાસ અને અટલ ટનલ પાસે લગભગ ત્રણ ફૂટ જેટલો બરફ જમા થઈ ગયો છે, જેથી ટનલ પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. તાજેતરમાં અટલ ટનલ પાસે ૧૦૦૦ થી વધુ વાહનો ફસાઈ ગયા હતા અને ૮ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. લાહૌલ-સ્પીતિ અને મંડી જિલ્લામાં પણ અનેક રસ્તાઓ બંધ છે. હજુ આગામી ૪૮ કલાક માટે ખરાબ હવામાનની આગાહી કરવામાં આવી છે. 

 

(10:19 AM IST)