<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

૫ કિલો વજન ઘટાડવા રોજ કેટલા સ્ટેપ ચાલવું જોઈએ

કેટલા સમયમાં વજન ઓછું થશે?

નવી દિલ્હી તા.૨૧: આજની ભાગદોડ વાળી જિદગીમાં મોટા ભાગના લોકો પોતાના કામ પ્રત્યે વધારે અને હેલ્થ પ્રત્યે ઓછું ધ્યાન આપે છે. જેના કારણે સૌથી પહેલા તો વજન વધવાની સમસ્યા રહેતી હોય છે. ઘણા લોકો ઈચ્છે છે કે પોતાનું વજન તેઓ ઓછામાં ઓછું ૫ કિલો જેટલું ઓછું કરે. પરંતુ આના માટે કઈ કસરત કરવી અને ડાયટમાં શું બદલાવ લાવવા તે જરૃરી છે.

સામાન્ય રીતે ૧ કિલો કેલરી બર્ન કરવા માટે લગભગ ૭,૭૦૦ કેલોરી બર્ન કરવી પડે છે. એ પ્રમાણે ૫ કિલો વજન ઓછું કરવા તમારે ૩૮,૫૦૦ કેલરી ખર્ચ કરવી જરૃરી છે. આજે અમે તમને જણાવીશું કે રોજ કેટલું ચાલવું જોઈએ અને ૫ કિલો વજન ઘટાડવા તમારે શું કરવું જોઈએ. નિયમિત રીતે ચાલવાથી પણ તમે તમારા વજનમાં ઘટાડો લાવી શકો છો.

જો તમે ડાયટમાં કોઈ બદલાવ કરવા નથી માગતા તો માત્ર ચાલીને વજન ઘટાડવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે. ૧૦ હજાર સ્ટેપ ચાલવાથી લગભગ ૩૦૦ થી ૪૦૦ કિલો કેલરી બર્ન થાય છે. જેથી જો તમે ૫ કિલો વજન ઓછું કરવા માગો છો તો તમારે રોજ ૧૦ હજાર સ્ટેપ ચાલવા જરૃરી છે. ૫ કિલો વજન ઉતારવા માટે લગભગ ૩ થી ૪ મહિના લાગી શકે છે. જો તમે રોજ ૧૨ થી ૧૫ હજાર સ્ટેપ ચાલશો તો તમારું વજન વહેલા ઓછું થશે.

માત્ર ચાલવું જ જરૃરી નથી પરંતુ તમે કેવી રીતે ચાલો છો તે મહત્વનું છે. તમારે સ્પીડમાં ચાલવું જોઈએ જેથી તમારો શ્વાસ થોડો ફૂલે જેથી તમારી વધારે કેલરી બર્ન થશે. એક દિવસમાં ૨૦ હજાર સ્ટેપ ચાલવાની જગ્યાએ મહત્વનું છે કે તમે રોજ ૧૦ હજાર સ્ટેપ ચાલો. વજન ઘટાડવામાં ૮૦ ટકા ભાગ ખરેખર તો તમારા ડાયટનો હોય છે. જ્યારે ૨૦ ટકા એકસરસાઈઝનો હોય છે

જો તમને જંક ફૂડ અને બહારનું ખાવાની આદત હોય તો તમારે તેને ઓછું કરી દેવું જોઈએ. સાથે જ શુગર તમે ઓછી કરશો તો પણ તમને ફાયદો થશે. આટલું કર્યા બાદ રોજ તમે ચાલશો તો તમારું ૫ કિલો વજન ૧.૫ થી ૨ મહિનામાં જ ઓછું થઈ શકે છે. યાદ રાખજો તમારી હેલ્થને તમારે સારી રાખવી હોય તો એ તમારા જ હાથમાં છે. જેથી જો તમારે ખરેખર વજન ઓછું કરવું હોય તો તમારી ડાયટ પર વધારે ધ્યાન આપો અને ચાલવાનું રાખો જેથી તમારું વજન ઓછું થઈ શકશે.

Disclaimer અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે.અકિલા  તેની પુષ્ટિ કરતું નથી, જેથી આ અંગે કોઈપણ નિર્ણય લેતાં પહેલાં સર્ટિફાઈડ એકસપર્ટની સલાહ લેવી જરૃરી છે.

(10:36 AM IST)