<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

મમતાનો માસ્‍ટર સ્‍ટ્રોક, ચૂંટણી ઢંઢેરામાં લક્ષ્મી ભંડાર અને પક્કા ઘરની ગેરંટી

કેન્‍દ્ર સરકાર સામે છેડયો મોરચો :પヘમિ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ માટે મમતા બેનર્જીએ TMC નો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે

કોલકાતા,તા.૨૧: પヘમિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો રજૂ કરતા સ્‍પષ્ટ કર્યું છે કે તેમની સરકારની કલ્‍યાણકારી યોજનાઓ બંગાળના વિકાસની કરોડરજ્જુ છે. તેમણે મહિલાઓ માટેની સૌથી લોકપ્રિય 'લક્ષ્મી ભંડાર' યોજના અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે, લક્ષ્મી ભંડાર ક્‍યારેય બંધ થશે નહીં અને આ યોજના બંગાળની મહિલાઓની આર્થિક આઝાદીનું પ્રતીક છે. આ ઉપરાંત, વ્‍પ્‍ઘ્‍ ના મેનિફેસ્‍ટોમાં બંગાળના દરેક ગરીબ પરિવાર માટે 'કાચા ઘર' માંથી 'પાક્કા ઘર' બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્‍યું છે. રાજ્‍યના દરેક ઘરે નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવા અને વૃદ્ધાવસ્‍થા પેન્‍શનના બાકી નાણાં તાત્‍કાલિક ચૂકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ચૂંટણી ઢંઢેરાના વિમોચન દરમિયાન મમતા બેનર્જીનો મિજાજ અત્‍યંત આક્રમક જોવા મળ્‍યો હતો. તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહની જોડી પર નિશાન સાધતા આરોપ લગાવ્‍યો કે ભાજપ ઉત્તર બંગાળના કેટલાક હિસ્‍સાઓને અલગ કરીને બંગાળના ટુકડા કરવાના ષડયંત્રો રચી રહી છે. મમતાએ કેન્‍દ્ર સરકારને 'અત્‍યાચારી' ગણાવીને કહ્યું કે દેશમાં લોકશાહી અને બંધારણની હત્‍યા થઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતા અધિકારીઓની બદલી પર પણ તેમણે નારાજગી વ્‍યક્‍ત કરી અને કહ્યું કે બહારથી આવતા અધિકારીઓ બંગાળની સંસ્‍કૃતિ અને ભાવનાઓને સમજી શકતા નથી. તેમણે વધુમાં જણાવ્‍યું કે દેશમાં અશાંતિ અને રાજકીય દખલ માટે સીધી રીતે કેન્‍દ્રના ટોચના નેતાઓ જવાબદાર છે.

બંગાળની અસ્‍મિતા અને સુરક્ષાના મુદ્દે મમતા બેનર્જીએ પક્ષના કાર્યકરોને 'યોદ્ધા' તરીકે સંબોધ્‍યા હતા અને દરેક બૂથ પર કડક પહેરેદારી રાખવાની સૂચના આપી છે. તેમણે જનતાને અપીલ કરી હતી કે તેઓ બંગાળના સન્‍માનની રક્ષા માટે TMC ને મત આપે. મમતાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ભાજપ સીમા પારથી ગેરકાયદેસર રીતે નાણાં અને હથિયારો લાવીને બંગાળની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ લડાઈ માત્ર સત્તાની નથી પરંતુ બંગાળના અસ્‍તિત્‍વની લડાઈ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું.

બંગાળની સાથે સાથે વ્‍પ્‍ઘ્‍ પાડોશી રાજ્‍ય આસામમાં પણ પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. આસામ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ માટે પક્ષે ૧૮ સ્‍ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી ઉપરાંત સુષ્‍મિતા દેવ, મહુઆ મોઇત્રા, શત્રુઘ્‍ન સિન્‍હા, બાબુલ સુપ્રિયો અને યુસુફ પઠાણ જેવા જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે. ટીએમસી હવે બંગાળની બહાર પણ પ્રાદેશિક પક્ષ તરીકે પોતાની શક્‍તિ બતાવવા માટે સજ્જ છે. આ જાહેરાતો બાદ બંગાળ અને આસામના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી દિવસોમાં પ્રચાર યુદ્ધ વધુ તેજ બને તેવા સંકેતો મળી રહ્યા છે.

(11:14 AM IST)