News of Saturday, 21st March 2026
વ્હિસલિંગ વૂડ્સ ઇન્ટરનેશનલ ખાતે પટકથા લેખનની કળા પર પાંચ દિવસીય વર્કશોપ
ફિલ્મ નિર્માતાઓ અને સ્ટુડિયો હેડ્સ દ્વારા આયોજનઃ જ્ઞાનની સરવાણી : ઝોયા અખ્તર, શ્રીરામ રાઘવન અને મોહિત સુરી જેવા દિગ્ગજ સર્જકો યુવા લેખકોને આપશે ખાસ માર્ગદર્શનઃ સુભાષ ઘાઈએ બદલાતા યુગના સિનેમામાં વાર્તા અને પાત્રોની ઊંડાઈને સફળતાની ચાવી ગણાવી

મુંબઇ તા. ૨૧: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની જાણીતી ફિલ્મ સંસ્થા ‘વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ' (WWI) દ્વારા સ્ક્રીનરાઇટર્સ એસોસિએશન (SWA) ના સહયોગથી એક વિશેષ ‘ફાઈવ ડેઝ' પટકથા લેખન વર્કશોપ શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. માર્ચ ૨૦૨૬ થી શરૂ થઈ રહેલી આ પહેલનો ઉદ્દેશ્ય ઉદ્યોગના સૌથી પ્રભાવશાળી વાર્તાકારો અને દિગ્ગજ નેતાઓને એક મંચ પર લાવી મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને સિનેમાના વ્યવહારુ પાસાઓથી માહિતગાર કરવાનો છે.
આ પાંચ દિવસીય ઇમર્સિવ ર્લનિંગ અનુભવમાં શ્રીરામ રાઘવન, મોહિત સુરી અને ઝોયા અખ્તર જેવા -શંસિત ફિલ્મ નિર્માતાઓ મહેમાન વક્તા તરીકે હાજર રહેશે. આ ઉપરાંત, ઉદ્યોગના ટોચના પ્રોડક્શન હાઉસના વડાઓ જેવા કે અપર્ણા પુરોહિત (CEO, આમિર ખાન પ્રોડક્શન્સ), આશિષ સિંહ (CEO રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ), સાહિરા નાયર (એમેઝોન), સ્મિતા સિંહ (નેટફિ્લક્સ) અને દિવ્યાનિધિ શર્મા (પટકથા લેખક-લાપતા લેડીઝ) પણ પોતાની આંતરદૃષ્ટિ શેર કરશે. આ સત્રો દ્વારા વિદ્યાર્થીઓને માત્ર થિયેટર ફિલ્મો જ નહીં, પરંતુ બ્વ્વ્ પ્લેટફોર્મ અને સ્ટ્રીમિંગ સામગ્રીના બદલાતા લેન્ડસ્કેપ વિશે પ્રત્યક્ષ સમજ મળશે.
વર્કશોપમાં સામેલ વક્તાઓ ‘અંધાધુન', ‘ગલી બોય', ‘જિંદગી ના મિલેગી દોબારા' જેવી સુપરહિટ ફિલ્મો અને ‘મિર્ઝાપુર' જેવી લોકપ્રિય વેબ સિરીઝ સાથે સંકળાયેલા છે. તેમના વૈવિધ્યસભર અનુભવોનો લાભ લઈને વિદ્યાર્થીઓ આધુનિક વાર્તા કહેવાની કળા, જટિલ લાગણીઓનું નિરૂપણ અને અધિકળત અવાજો કેવી રીતે રજૂ કરવા તે શીખશે.
આ પહેલ વિશે વાત કરતા સુભાષ ઘાઈએ જણાવ્યું હતું કે, વર્ષોથી સ્ક્રીનરાઇટિંગમાં મોટો ફેરફાર આવ્યો છે. અગાઉ ફિલ્મો મોટાભાગે સ્ટાર્સ અને દર્શકોની પસંદગી પર આધારિત હતી, પરંતુ આજે કોઈપણ શ્રેષ્ઠ ફિલ્મ કે શ્રેણીની ખરી તાકાત તેના લેખન અને પાત્રોની ઊંડાઈમાં રહેલી છે. ડિજિટલ પ્લેટફોર્મના ઉદય સાથે લેખકો પાસે નવા ફોર્મેટ અને પ્રયોગો કરવાની સ્વતંત્રતા છે. અમારો ઉદ્દેશ્ય એવી નવી પેઢી તૈયાર કરવાનો છે જે પોતાની શક્તિશાળી સ્ક્રિપ્ટો દ્વારા ભારતીય સિનેમાના ભવિષ્યને આકાર આપી શકે.
વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલની આ કાર્યશાળા શૈક્ષણિક અભ્યાસને વાસ્તવિક દુનિયાના ઉદ્યોગ સાથે જોડવાની તેમની કટિબદ્ધતાને દર્શાવે છે. કુશળ લેખકો અને ફિલ્મ નિર્માતાઓને સીધા વર્ગખંડમાં લાવીને સંસ્થા મહત્વાકાંક્ષી સર્જકોને પટકથા લેખનના વ્યવસાયમાં અમૂલ્ય માર્ગદર્શન પુરૂં પાડી રહી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
