તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Saturday, 21st March 2026
દુબઈ છોડીને મુંબઈ આવી રહ્યા છે બિલિયનર્સ! વધી ગઈ 3-4 BHK ફલેટ્સની ડિમાન્ડ
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલાને કારણે દુબઈ અને ખાડી દેશોમાં રહેતા NRI હવે મુંબઈમાં ભાડાના મકાનો શોધી રહ્યા છે : મુંબઈનું રિયલ એસ્ટેટ બજાર એનઆરઆઈ રોકાણકારો માટે સુરક્ષિત વિકલ્પ બની રહ્યું છે

મુંબઈ,તા.૨૧: મિડલ ઈસ્ટ તણાવની અસર હવે ભારતના રિયલ એસ્ટેટ બજાર પર પણ દેખાવા લાગી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલાને કારણે દુબઈ અને ખાડી દેશોમાં રહેતા NRI હવે મુંબઈમાં ભાડાના મકાનો શોધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ પ્રકારની માંગમાં ઝડપથી વધારો થયો છે, જ્યાં લોકો સાવચેતીના ભાગરૂપે ભારતમાં અસ્થાયી આશ્રય બનાવવા માંગે છે.
મુંબઈમાં વધી ભાડાના મકાનની ડિમાન્ડ - રિયલ એસ્ટેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૦ દિવસમાં દુબઈ અને અન્ય ખાડી દેશો સાથે જોડાયેલા ફય્ત્ની ઈન્કવાયરીમાં ઝડપથી વધારો થયો છે. મોટા ભાગના લોકો ૬ મહિનાથી ૧ વર્ષ સુધીના સમય માટે ઘર ભાડે લેવા માંગે છે. આ લોકો હાલમાં ‘વેઈટ એન્ડ વોચ' રણનીતિ અપનાવી રહ્યા છે, જેથી પરિસ્થિતિ અનુસાર આગળનો નિર્ણય લઈ શકે.
કયા વિસ્તારોમાં સૌથી વધારે ડિમાન્ડ? - મુંબઈના પ્રીમિયમ વિસ્તારોમાં આ માંગની વધુ અસર જોવા મળી રહી છે. બાંદ્રા, ખાર, અંધેરી, અને સાઉથ મુંબઈ જેવા વિસ્તારોમાં ૩-૪ BHK ફલેટ્સની ડિમાન્ડ વધી રહી છે. આ ઘરનું ભાડું સામાન્ય રીતે દર મહિને ૩ લાખથી ૭-૮ લાખ સુધીનું હોય છે, જે ઉચ્ચ આવક ધરાવતા લોકો માટે યોગ્ય ગણાય છે.
શોર્ટ-ટર્મ રેન્ટલ એટલે શું? - શોર્ટ-ટર્મ રેન્ટલનો અર્થ એવા ઘરોથી છે જે ઓછા સમય માટે ભાડે આપવામાં આવે છે. આ સમયગાળો કેટલાક મહિનાથી એક વર્ષ સુધી હોઈ શકે છે. આવા ઘરો ફૂલ ફર્નિચરવાળા હોય છે અને તેમાં ડાયરેક્ટ રહેવાની સુવિધા મળે છે. જોકે, મહિનાના હિસાબે તેમનું ભાડું સામાન્ય લીઝ કરતાં થોડું વધુ હોય છે, પરંતુ સુવિધા વધારે મળે છે.
દુબઈના માર્કેટ પર શું અસર પડી? - દુબઈના રિયલ એસ્ટેટ બજારને લઈને એક્સપર્ટ્સનું માનવું છે કે વર્તમાનમાં માહોલ ગરમ હોવા છતાં ત્યાં ડિમાન્ડ ઘટી નથી. તેમણે કહ્યું કે થોડી અનિヘતિતા હોવા છતાં બજારમાં મોટા ઘટાડાની સંભાવના નથી. સરકારની નીતિઓ ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવામાં મદદ કરે છે, જેથી બજાર સ્થિર રહે છે.
આગળ શું સંકેત મળે છે? - આ ટ્રેન્ડથી સ્પષ્ટ છે કે વૈશ્વિક ઘટનાઓ હવે સ્થાનિક બજારોને પણ અસર કરી રહી છે. મુંબઈનું રિયલ એસ્ટેટ બજાર એનઆરઆઈ રોકાણકારો માટે સુરક્ષિત વિકલ્પ બની રહ્યું છે. જો આ પરિસ્થિતિ યથાવત રહેશે, તો આવનારા સમયમાં પ્રીમિયમ ભાડા સેગમેન્ટમાં વધુ તેજી જોવા મળી શકે છે, જેનાથી શહેરના પ્રોપર્ટી બજારને નવું બુસ્ટ મળી શકે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
