News of Saturday, 21st March 2026
દક્ષિણ કોરિયાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગઃ ૧૦ લોકોના મોત, ૪ લાપતા

ડેજેઓન,તા.૨૧ઃ દક્ષિણ કોરિયા માં ઍક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાથી દસ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ૫૯ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયાના મધ્ય શહેર ડેજેઓન માં ઍક અોટો પાર્ટ્સ ફેક્ટરી માંથી ૧૦ લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે. આ આગ વિસ્ફોટના કારણે લાગી હોવાની પણ આશંકા છે. આગના કારણે હજી પણ ચાર લોકો લાપતા છે, તેમની શોધ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઘટના અંગે દક્ષિણ કોરિયન સરકારે પણ સત્તાવાર જાણકારી આપી છે. સરકારે કહ્નાં કે, આ દુર્ઘટનામાં ૨૫ લોકો ગંભીર રીતે ઘાયલ છે. જાકે, તેમની સ્થિતિ અંગે હજી કોઈ વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી. આગને કાબૂમાં લેવા માટે ૫૦૦થી પણ વધારે ફાયર કર્મીઅો, પોલીસ અને કટોકટી કર્મચારીઅોને તૈનાત કરી દેવામાં આવ્યાં છે. આગ ઍટલી વિકરાળ હતી કે, ફેક્ટરીની ઍક આખી ઈમારત બળીને ખાખ ગઈ છે. આગમાંથી બચવા માટે લોકો ઈમારતથી કૂદ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્નાં છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
