News of Saturday, 21st March 2026
ઈરાનમાં વિરોધ-પ્રદર્શન બદલ ૧૯ વર્ષના કુસ્તીબાજ સાલેહ મોહમ્મદી અને બીજા બે યુવાનોને સઝા-ઍ-મૌત

તહેરાન,તા.૨૧ઃ યુદ્ધગ્રસ્ત ઈરાનના ન્યાયતંત્રઍ જાન્યુઆરીમાં દેશભરમાં થયેલા લોહિયાળ વિરોધ-પ્રદર્શનો દરમ્યાન અટકાયતમાં લેવાયેલા ૩ યુવાનોને ગુરુવારે મોતની સજા ફરમાવી હતી અને આ ત્રણેય યુવાનોને ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવ્યા છે. આ વિશેની સત્તાવાર જાહેરાત ઈરાન સરકાર દ્વારા કરવામાં આવી છે.
આ વિરોધ-પ્રદર્શનોના સંદર્ભમાં અમલમાં મૂકવામાં આવેલી આ પ્રથમ ફાંસીની સજા હોવાનું મનાય છે. ફાંસી આપવામાં આવેલા આ ૩ યુવાનોમાં ૧૯ વર્ષના આશાસ્પદ કુસ્તીબાજ સાલેહ મોહમ્મદીનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેય યુવાનો પર આરોપ હતો કે તેમણે કોમ શહેરમાં વિરોધ-પ્રદર્શન દરમ્યાન બે પોલીસ-અધિકારીઅોની છરીના ઘા મારીને હત્યા કરી હતી.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં ફાટી નીકળેલા આ આંદોલને સમગ્ર દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા કરી હતી જેમાં અનેક પ્રદર્શનકારીઅોની ધરપકડ કરવામાં આવી હતી. માનવાધિકાર સંગઠનો આ મામલે ચિતા વ્યક્ત કરી રહ્નાં છે, પરંતુ ઈરાન સરકાર સુરક્ષાદળો પરના હુમલાઅોને ગંભીર ગુનો ગણીને આકરી સજાના વલણને યથાવત્ રાખી રહી છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
