<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

ઈઝરાયેલના આકાશ પર 'મિસાઈલ વર્ચસ્વ': ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ ભયાનક બન્યું: ઈરાન દ્વારા ઇઝરાયલના અરાદ, ડિમોના, ઈલાત, બીઅરશેબા અને કિર્યાતગત શહેરો ઉપરના મિસાઈલ હુમલામાં ૨૦૦ વધુ ઘાયલ: શાળાઓ બંધ કરી, ૫૦ થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ: સામે ઈઝરાયેલે તેહરાનમાં મોટા પાયે વળતો હુમલો શરૂ કર્યો

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ હવે સીધા અને વિનાશક યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) દ્વારા ઈઝરાયેલના અરાદ, ડિમોના, ઈલાત, બીઅરશેબા અને કિર્યાત ગત જેવા શહેરો પર મોટા પાયે મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં બાળકો સહિત ૨૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 

 

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાની કડક નિંદા કરી છે અને દેશના દક્ષિણ ભાગમાં (નેગેવ અને ડેડ સી વિસ્તારોમાં) શાળાઓ બંધ કરી ૫૦ થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે.

 

ઈરાને દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલના આકાશ પર 'મિસાઈલ વર્ચસ્વ' મેળવી લીધું છે. આઈડીએફ (ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ) ના જણાવ્યા અનુસાર, ઈરાને ૪,૦૦૦ કિલોમીટર દૂર સુધી ત્રાટકી શકતી લોંગ-રેન્જ મિસાઈલનો ઉપયોગ કર્યો છે, જે લંડન કે પેરિસ સુધી પહોંચી શકે છે. 

 

આ ભયાનક આક્રમણના જવાબમાં, ઈઝરાયેલી સેનાએ પણ ઈરાનની રાજધાની તેહરાનમાં આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે વળતા હવાઈ હુમલાઓની નવી લહેર શરૂ કરી દીધી છે. 

(11:35 AM IST)