<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

મધ્ય પૂર્વમાં યુદ્ધનો વ્યાપ વધ્યો: પ્રેસિડેન્ટ ટ્રમ્પની ઈરાનને ૪૮ કલાકની આખરી ચેતવણી: જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુની જળમાર્ગ નહીં ખોલે તો અમેરિકા તેના પાવર પ્લાન્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભયાનક લશ્કરી હુમલા કરશે: સાઉદી અરેબિયા, યુએઈ અને ઈરાક પર પણ ડ્રોન તથા મિસાઈલ હુમલા ચાલુ: સમગ્ર આરબ પ્રદેશોમાં અશાંતિ ફેલાઈ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની આગ હવે સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ રહી છે, જેણે વૈશ્વિક સ્તરે ચિંતા વધારી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીમાં નાકાબંધી કરવા બદલ ઈરાનને ૪૮ કલાકનું કડક અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો ઈરાન આ મહત્વપૂર્ણ જળમાર્ગ નહીં ખોલે તો અમેરિકા તેના પાવર પ્લાન્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભયાનક લશ્કરી હુમલા કરશે.

 

બીજી તરફ, આખા આરબ પ્રદેશમાં અશાંતિ ફેલાઈ છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ પર ૩ બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી, જેમાંથી એકને હવામાં જ નષ્ટ કરાઈ હતી. 

 

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના શારજાહથી ૧૫ નોટિકલ માઈલ (૨૮ કિલોમીટર) દૂર દરિયામાં એક માલવાહક જહાજ નજીક પણ મોટો વિસ્ફોટ નોંધાયો છે. 

 

આ ઉપરાંત, ઈરાકની રાજધાની બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક પણ ડ્રોન હુમલો થયો હતો, જ્યાં એર ડિફેન્સ સિસ્ટમે બે ડ્રોન તોડી પાડ્યા હતા. 

(10:49 AM IST)