ગેસ કનેક્શન માટે હવે મહિનાઓની રાહ નહીં: માત્ર 10 દિવસમાં ઘરે આવશે PNG:S LPG ક્વોટામાં પણ ધરખમ વધારો!
કેન્દ્ર સરકારનો મોટો ફેંસલો: PESO એ તમામ ઓફિસોને 10 દિવસમાં અરજી ઉકેલવા આપ્યા આદેશ:S હોટલ-રેસ્ટોરન્ટ માટે કોમર્શિયલ LPG સપ્લાય 50% સુધી પહોંચ્યોS:Sશહેરોમાં પાઈપ્ડ ગેસ કનેક્શન આપવાની કામગીરીમાં બુલેટ ગતિએ વધારો

નવી દિલ્હી: રસોડામાં ગેસ પૂરો થઈ જવાની ચિંતા હવે ભૂતકાળ બની જશે. ભારત સરકારે ગેસ વિતરણ વ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફારો કરતા 'પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન' (PESO) ને કડક સૂચના આપી છે કે પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) માટેની કોઈપણ અરજી હવે ૧૦ દિવસથી વધુ પેન્ડિંગ રહેવી જોઈએ નહીં. આ આદેશનો સીધો અર્થ એ છે કે નવા કનેક્શન માટે જે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી, તે હવે માત્ર દોઢ અઠવાડિયામાં કાર્યરત થઈ જશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોને ઝડપથી PNG પર શિફ્ટ કરવાનો છે, જેથી LPG સિલિન્ડર પરનું દબાણ ઘટાડી શકાય અને વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવી શકાય.
વેપારીઓ અને હોસ્પિટાલિટી સેક્ટર માટે પણ સરકારે રાહતના દ્વાર ખોલી દીધા છે. કોમર્શિયલ LPG ના ક્વોટામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, જે હવે વધીને કુલ વોલ્યુમના ૫૦% પર પહોંચી ગયો છે. ખાસ કરીને રેસ્ટોરન્ટ્સ, હોટલ, ઢાબા અને ફેક્ટરી કેન્ટીન જેવા એકમોને આનો સીધો ફાયદો મળશે. છેલ્લા આઠ દિવસમાં જ ૧૫,૪૪૦ ટન કોમર્શિયલ ગેસનો વપરાશ થયો છે, જે દર્શાવે છે કે બજારમાં ઉર્જાની માંગ અને પુરવઠો હવે સંતુલિત થઈ રહ્યો છે. આ ઉપરાંત, સરકારે હોસ્પિટલો અને શાળાઓને પ્રાથમિકતા આપી છે, જેથી જાહેર સેવાઓમાં ગેસની અછતને કારણે કોઈ અવરોધ ન આવે.
નવી સિસ્ટમ દેશના ૨૦ રાજ્યોમાં સફળતાપૂર્વક લાગુ કરી દેવામાં આવી છે. ગેસ બુકિંગમાં થતી અરાજકતા રોકવા માટે હવે 'ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ' (DAC) નો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે, જેનાથી કાળાબજાર પર લગામ લાગી છે. સ્થળાંતરિત કામદારો માટે પણ સરકારે ૫ કિલોના નાના સિલિન્ડરની વ્યવસ્થા ઉભી કરી છે. વૈશ્વિક સ્તરે યુદ્ધના કારણે તેલ અને ગેસના પુરવઠામાં અનિશ્ચિતતા હોવા છતાં, ભારત સરકાર સ્થાનિક સ્તરે PNG નેટવર્ક મજબૂત કરીને સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ હળવો કરવા કટિબદ્ધ દેખાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
