<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

ચાંદીમાં ડ્રેગનની મોટી ચાલ :ચીનમાં ચાંદીની ખરીદીનું પ્રમાણ છેલ્લા 8 વર્ષમાં સૌથી ઊંચા સ્તર પર પહોંચી

ચીન તરફથી ગત ફેબ્રુઆરી મહિનામાં આશરે 470 ટન ચાંદીની ખરીદી: ઈલેક્ટ્રોનિક્સ, સોલર પેનલ અને નવી ટેકનોલોજી સેક્ટરમાં ચાંદીનો ઉપયોગ વધ્યો

ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે વર્ષ 2026ની શરૂઆતથી જ ચીન જંગી પ્રમાણમાં ચાંદીની ખરીદી કરી રહ્યું છે. ચીનમાં ચાંદીની ખરીદીનું પ્રમાણ છેલ્લા 8 વર્ષમાં સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગયું છે.ચીન તરફથી ગત ફેબ્રુઆરી મહિનામાં આશરે 470 ટન ચાંદીની ખરીદી કરવામાં આવી હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધારે પ્રમાણ હતું.

ચીનમાં ઔદ્યોગિક માંગ ઝડપભેર વધી રહી છે. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ, સોલર પેનલ અને નવી ટેકનોલોજી સેક્ટરમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે. આ ઉપરાંત રોકાણ તરીકે પણ ચાંદીની માંગ સતત વધી રહી છે. તેને ગોલ્ડના એક વિકલ્પ તરીકે જોવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીન સતત વર્ષ 2026ની શરૂઆતથી જ ચાંદીની મોટાપાયે ખરીદી કરી રહ્યું છે. ચીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કૂલ 790 ટન ચાંદીની ખરીદી કરી હતી. આ પૈકી ફેબ્રુઆરીમાં તેણે 470 ટન ચાંદીની ખરીદી કરી હતી. ચીનની ભારી ખરીદીથી આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાઈ ઘટવા લાગ્યો છે.

ભારત ચાંદીના સૌથી મોટો ગ્રાહક છે. જો વૈશ્વિક કિંમત વધી છે તો ભારતમાં પણ ચાંદી મોંઘી થઈ જશે. તેનાથી જ્વેલરી અને રોકાણ બન્નેને અસર કરશે. નાના રોકાણકારો માટે આ તક પણ હોઈ શકે છે. પણ કંઈક હસ્તક જોખમ પણ છે.

(11:50 PM IST)