<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

'ધુરંધર 2' ને લઇને શીખ સમુદાયમાં ભારે નારાજગી : અપમાન બદલ તાત્કાલિક માફી માંગવાની માંગ કરી

શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રમાં શીખ સંગઠનના પ્રમુખ ગુર્જ્યોત કીરે ફિલ્મના એક દ્રશ્ય સામે વાંધો ઉઠાવ્યો

.મુંબઈ :ફિલ્મ નિર્માતા અને અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ શીખ ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ મુંબઈના મુલુંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રમાં શીખ સંગઠનના પ્રમુખ ગુર્જ્યોત કીરે ફિલ્મના એક દ્રશ્ય સામે વાંધો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તે શીખો અને ગુરુ ગોવિંદ સિંહનું અપમાન કરે છે. ફરિયાદમાં, શીખ નેતાએ ફિલ્મના પ્રોડક્શન હાઉસ પાસેથી અપમાન બદલ તાત્કાલિક માફી માંગવાની માંગ કરી છે.

(11:38 PM IST)