News of Monday, 23rd March 2026
મોંઘવારી છુપાવવા સરકારની નવી 'છોટા પેક' વ્યૂહરચના
ભાવવધારો ટાળવા માટે હવે ૧૪.૨ કિલોના રાંધણગેસ સિલિન્ડરમાં માત્ર ૧૦ કિલો જ ગેસ અપાશે

નવી દિલ્હી: દેશમાં વધતી મોંઘવારી અને સપ્લાયની અછતને પહોંચી વળવા માટે સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) હવે માર્કેટિંગની 'છોટા પેક' રણનીતિ અપનાવવા જઈ રહી છે. એક અહેવાલ મુજબ, ગ્રાહકો પર સીધો ભાવવધારાનો આર્થિક બોજ નાખવાને બદલે હવે ઘરગથ્થુ વપરાશના ૧૪.૨ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરમાં માત્ર ૧૦ કિલોગ્રામ જ ગેસ સપ્લાય કરવાની યોજના પર વિચારણા ચાલી રહી હોવાનું ન્યૂઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે.
આ વ્યૂહરચનાથી મર્યાદિત સ્ટોકને વધુ સમય સુધી ચલાવી શકાશે અને તાત્કાલિક ભાવવધારો ટાળી શકાશે.
અગાઉ પણ, ખાતરના વધુ પડતા ઉપયોગને સંતુલિત કરવાના અને સબસિડીનો બોજ ઘટાડવાના હેતુથી સરકારે યુરિયાના ૫૦ કિલોના થેલાનું વજન ઘટાડીને ૪૫ કિલો અને કેટલાક કિસ્સાઓમાં ૪૦ કિલો કરી દીધું હતું.
આમ, વસ્તુઓની કિંમત સ્થિર રાખીને તેનું વજન કે જથ્થો ઘટાડવાની આ નીતિ દ્વારા અર્થતંત્રમાં પરોક્ષ રીતે મોંઘવારી સરભર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
