<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

આખી રાત ઈરાનના ક્લસ્ટર મિસાઈલ હુમલાથી ઈઝરાયલમાં તણાવ શિખરે, જેરુસલેમ અને વેસ્ટ બેંકમાં રાત્રિભર સાયરન અને વિસ્ફોટ ચાલુ

ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ ‘આયર્ન ડોમ’ સહિતના તંત્રોએ મોટા ભાગના મિસાઈલ હવામાં જ નિષ્ફળ બનાવ્યાનો દાવો: જોકે જેરુસલેમ નજીક તથા દક્ષિણ વિસ્તારોમાં કેટલાક વિસ્ફોટ નોંધાયા

 

તહેરાન: પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે સોમવારે મધ્યરાત્રિએ ઈરાન દ્વારા ઈઝરાયલ પર અનેક તબક્કામાં મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હોવાનું ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ અને આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓએ પુષ્ટિ કરી છે. રિપોર્ટ મુજબ કેટલાક મિસાઈલોમાં ક્લસ્ટર પ્રકારના વોરહેડનો ઉપયોગ થયો હોવાનું સુરક્ષા સૂત્રો જણાવી રહ્યા છે, જે મોટા વિસ્તારમાં નુકસાન પહોંચાડવા સક્ષમ હોય છે.

ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ ‘આયર્ન ડોમ’ સહિતના તંત્રોએ મોટા ભાગના મિસાઈલ હવામાં જ નિષ્ફળ બનાવ્યાનો દાવો કર્યો છે, છતાં જેરુસલેમ નજીક તથા દક્ષિણ વિસ્તારોમાં કેટલાક વિસ્ફોટ નોંધાયા હોવાનું સ્થાનિક પ્રશાસને જણાવ્યું છે. નાગરિકોને તાત્કાલિક બંકરોમાં જવા એલર્ટ જાહેર કરાયું હતું.

ઇઝરાયેલ અને અમેરિકાએ પણ વળતા પ્રચંડ હમલા શરૂ કર્યાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે.

આ ઘટનાના પગલે યુનાઇટેડ નેશન્સ, યુનાઇટેડ સ્ટેટ્સ તથા યુરોપિયન દેશોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી તણાવ ઘટાડવા અપીલ કરી છે. પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની રહી છે અને વધુ અથડામણની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

(9:30 AM IST)