<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

રાજકોટના રેન્‍જ આઈજી નિર્લિપ્ત રાય પુડુચેરીમાં નિરીક્ષક

પાંચ રાજ્‍યોની ચૂંટણીમાં ભૂમિકા ભજવશે ગુજરાત કેડરના અધિકારીઓ : ૩૮ આઈએએસ/આઈપીએસ અધિકારીઓને નિરીક્ષક તરીકે જવાબદારી : બંગાળમાં પણ ગુજરાતના ૮ IPS તૈનાત

નવી દિલ્‍હી તા.૨૩: પાંચ રાજ્‍યોમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર શરૂ થઈ ગયો છે. કેન્‍દ્રીય ચૂંટણી પંચે શાંતિપૂર્ણ ચૂંટણી પુર્ણ કરવા માટે વિવિધ અધિકારીઓને જવાબદારી સોંપી છે. જેમાં ગુજરાત કેડરના ૩૮ જેટલા આઈએએસ/આઈપીએસ અધિકારીઓને નિરીક્ષક તરીકે તૈનાત કરવામાં આવ્‍યા છે.

કેન્‍દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચાર રાજ્‍યો અને એક કેન્‍દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પヘમિ બંગાળ, કેરલમ, તમિલનાડુ, અસમ અને કેન્‍દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ વિધાનસભા ચૂંટણી દરમિયાન તમામ વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે વિવિધ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

કેન્‍દ્રીય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં નિરીક્ષક તરીકે ગુજરાતમાંથી ૨૮ આઈએએસ અને ૧૦ આઈપીએસ અધિકારીઓને પસંદ કરવામાં આવ્‍યા છે. આઈપીએસ અધિકારીઓમાં રાજકોટના રેન્‍જ આઈજી નિર્લિપ્ત રાયને પુડુચેરીની જવાબદારી ચર્ચાનો વિષય બની છે. પુડુચેરીના લેફટનન્‍ટ ગવર્નર તરીકે ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ અધિકારી કે. કૈલાશનાથન છે.

પાંચ રાજ્‍યોમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં બધાની નજર પヘમિ બંગાળ પર છે. અહીં ભાજપ અને ટીએમસી વચ્‍ચે સીધી ટક્કર છે. બંગાળમાં ગુજરાત કેડરના ૮ આઈપીએસ અધિકારીઓ બિપિન આહિર, પી.એલ. માલ, એજી ચૌહાણ, વિશાલ વાઘેલા, દીપક મેઘાણી, ચૈતન્‍ય માંડલિક, હિતેશ જોયસર સહિતના અધિકારીઓ તૈનાત કરવામાં આવ્‍યા છે.

જ્‍યારે બંગાળમાં ગુજરાત કેડરના ૨૨ આઈએએસ અધિકારીઓને પણ ચૂંટણીમાં નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. તેવામાં બધાની નજર પશ્ચિમ બંગાળ પર ટકેલી છે.

(10:03 AM IST)