<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

અરવિંદ કેજરીવાલ અને CM ભગવંત માન ૨૪થી ૨૭ માર્ચ ગુજરાત પ્રવાસે

૨૫ માર્ચે અમરેલી, ૨૬ માર્ચે જામનગરમાં વિજય વિશ્વાસ સભા

નવી દિલ્‍હી તા.૨૩: સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીની પડઘમ વાગી રહ્યા છે ત્‍યારે ગુજરાતમાં દરેક રાજકીય પક્ષે પોતાનો પ્રચાર આરંભ્‍યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના સંયોજક અરવિદ કેજરીવાલ અને પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માન ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી ૨૪ માર્ચે સાંજે બંને નેતા રાજકોટ પહોંચશે અને ત્‍યો પ્રદેશ નેતૃત્‍વ સાથે બેઠક યોજશે.

આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, ૨૫મી તારીખે અમરેલી ખાતે કાર્યક્રમ યોજાશે. ત્‍યારબાદ ૨૬મી તારીખે જામનગરના લાલપુરમાં અરવિદ કેજરીવાલ અને ભગવંત માનની ઉપસ્‍થિતિમાં વિજય વિશ્વાસ સંમેલનૅ યોજાશે, જે ખેડૂતોના પ્રશ્નોને ધ્‍યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્‍યું છે. ૨૭મી તારીખે દાહોદ ખાતે પણ એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સમગ્ર કાર્યક્રમ ચાર દિવસના પ્રવાસનો ભાગ છે, જેમાં

અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને આમ આદમી પાર્ટીનું પ્રદેશ નેતૃત્‍વ વિવિધ સ્‍થળોએ જનસભાઓ અને રેલીઓને સંબોધિત કરશે, આમ આઠમી પાર્ટી ગઠબંધન વગર પોતાની શક્‍તિ પર ચૂંટણી લડશે. ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી અંગેનો નિર્ણય પણ ટૂંક સમયમાં લેવામાં આવશે. 

ઉમેદવારનું પ્રથમ લિસ્‍ટ ટૂંક સમયમાં જાહેર કરીશું: ઈસુદાન

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, છેલ્‍લા ત્રણ દિવસથી અમારી સ્‍ક્રિનિગ કમિટીની બેઠકો યોજાઈ છે. આ મામલે અમે શીર્ષ નેતૃત્‍વ સાથે ચર્ચાઓ કરી છે. જેમાં પહેલું લિસ્‍ટ છે, તે ટૂંક સમયમાં અમે ઉમેદવારોનું જાહેર કરવા જઈ રહ્યા છીએ. અંદાજે ૧૯ હજારથી વધુ સીટોને લઈને વિચારણા ચાલી રહી છે, જેમાં નગરપાલિકા, જિલ્‍લા પંચાયત સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત સામાન્‍ય નાગરિકોને તક આપવા માટે ખુલ્‍લી પ્રક્રિયા અપનાવી છે. ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાંથી અનેક લોકો ચૂંટણી લડવા માટે આગળ આવ્‍યા છે. આ એક નવી શરૂઆત છે.

(11:58 AM IST)