News of Monday, 23rd March 2026
શ્રીલંકામાં પેટ્રોલ ૪૦૦ શ્રીલંકન રૂપિયાને પાર
ઇંધણના ભાવમાં કમરતોડ વધારાને કારણે મોંઘવારીમાં વધારો થવાની આશંકા માર્ચ મહિનામાં શ્રીલંકા સરકાર દ્વારા ઇંધણના ભાવમાં ત્રીજી વાર વૃદ્ધિ કરાઇ

કોલંબો,તા.૨૩: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે શ્રીલંકાના અર્થતંત્ર પર દેખાવા લાગી છે. વૈશ્વિક તેલ બજારમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે શ્રીલંકા સરકારે ઇંધણની કીંમતોમાં લગભગ ૨૫ ટકાનો જંગી વધારો ઝીંક્યો છે. આ પગલું એવા સમયે ઉઠાવાયું છે જ્યારે હોર્મુઝની સામુદ્રધુની પર સંકટ વધારે ઘેરું બન્યું છે અને તેલ સપ્લાય પ્રભાવિત થઇ રહ્યો છે. શ્રીલંકા સરકારે મધરાતથી નવી કીંમતો લાગુ કરી છે.
શ્રીલંકામાં એક અઠવાડિયામાં આ બીજી અને ગત એક માર્ચથી અત્યાર સુધીમાં ત્રીજી વાર કરાયેલો વધારો છે. આ નિર્ણયને કારણે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન મોંઘા થઇ ગયા છે. આ નિર્ણયને કારણે સામાન્ય જનતા ટાન્સપોર્ટ સેવાઓ અને ઉદ્યોગ જગત પર સીધી અસર પડવાની છે. નહીં કીંમતો અનુસાર ઓટો ડીઝલ ૩૦૩ શ્રીલંકન રૂપિયાથી વધીને ૩૮૨ રૂપિયા પ્રતિ લીટર થઇગયું છે. એટલે કે તેમાં ૭૯ રૂપિયા વધ્યા છે. સુપર ડીઝલની ટીકંમત ૩૫૩થી વધીને ૪૪૩ થઈ ગઈ છે. પેટ્રોલ ૯૨ ઓક્ટેન ૩૧૭થી વધીને ૩૯૮ રૂપિયા થઈ ગયું છે. એટલે કે તેમાં ૮૧ શ્રીલંકન રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલ ૯૫ ઓક્ટેન ૪૬૫થી વધીને ૪૫૫ રૂપિયા થઈ ગયું છે. જ્યારે કેરોસીનની કીંમત ૧૯૫ રૂપિયાથી વધીને ૨૫૫ શ્રીલંકન રૂપિયા પર પહોંચી ગઇ છે. આ ભાવ વધારાનું મોટું કારણ પヘમિ એશિયામાં વધી રહેલું યુદ્ધ છે. અમેરિકા અને ઇઝરાયેલના હુમલા બાદ ઇરાનની જવાબી કાર્યવાહીથી અખાત વિસ્તારમાં તંગદીલી કેલાઈ ગઈ છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
