News of Monday, 23rd March 2026
આ ભાઈએ લોકોનાં દુખડાં સાંભળવાની સર્વિસ શરૂ કરી છે
પોસ્ટરમાં લખ્યા મુજબ માત્ર દુઃખ સાંભળવાનું હોય તો ૫૦૦ રૂપિયા ચાર્જ કરે છે

મુંબઈ,તા.૨૩: સૌને પોતાના જીવનમાં બહુ દુખો અને સમસ્યાઓ છે એવું લાગે છે. બધાને પોતે કેટલું સહન કરે છે એ કોઈકને કહીને દિલ હળવું કરવું હોય છે. આ માટે જુહુના બીચ પર એક ભાઈએ ખરેખર દિલ હળવું કરવાની સર્વિસ શરૂ કરી છે. ભાઈ પોસ્ટર લઈને બીચ પર બેસે છે અને કોઈ પણ તેમને પોતાનાં દુખડાં સાંભળવા માટે અપ્રોચ કરી શકે છે. પોસ્ટરમાં હિન્દીમાં લખેલું છે, ‘કિસી કો અપના દુખ સુનાના હૈ મૈં સુન સકતા હૂં.' બીચ પર સવારે ૧૧થી સાંજે ૪ વાગ્યા સુધી અવેલેબલ હોય છે. પોસ્ટરમાં લખ્યા મુજબ માત્ર દુખ સાંભળવાનું હોય તો ૫૦૦ રૂપિયા ચાર્જ કરે છે અને જો તમે ઇચ્છતા હો કે તે તમારા દુખમાં સહભાગી બનીને આંસુડાં સારે તો સાથે રડવાના ૧૦૦૦ રૂપિયા ચાર્જ કરે છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
