<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

હવે ઇમર્જન્‍સીમાં ડોમેસ્‍ટિક ફલાઇટની ટિકિટ માટે વધુ પૈસા ચૂકવવા તૈયાર રહેજો

ઇન્‍ડિગો એરલાઇન્‍સની કટોકટી વખતે ડોમેસ્‍ટિક એરલાઇનની મેક્‍સિમમ ટિકિટ ૧૮,૦૦૦ રાખવાનો નિર્ણય આજથી પાછો ખેંચાયો છે

નવી દિલ્‍હી તા.૨૩: ઇન્‍ડિગો એરલાઇન્‍સની ક્રાઇસિસ વખતે અન્‍ય ઍરલાઇન્‍સે એમની ટિકિટના ભાવ વધારી દેતાં ઊહાપોહ મચી ગયો હતો. એથી એ વખતે ડોમેસ્‍ટિક એરલાઇનની મેક્‍સિમમ ટિકિટ ૧૮,૦૦૦ રૂપિયા જ રાખવાની કેપ મુકાઈ હતી જે આજથી ઉપાડી લેવાઈ છે. એથી હવે એરલાઇન્‍સ કંપનીઓ એમની ટિકિટના ભાવ વધારી શકશે. એરલાઇન કંપનીઓનું કહેવું છે કે કોવિડ પછી ઓપરેશનલ કોસ્‍ટ વધી હોવાથી તેમને ટિકિટમાં ભાવવધારો કરવાની છૂટ મળવી જોઈએ.ફેર-કેપ હટાવી લેવાઈ હોવા છતાં એવિયેશન મિનિસ્‍ટ્રીનું કહેવું છે કે પીક ડિમાન્‍ડ વખતે કે પછી કોઈ કટોકટી વખતે જો એરલાઇન એર-ફેરમાં તીવ્ર વધારો કરશે તો એના પર અમારી નજર રહેશે અને જો લાગશે તો પબ્‍લિક ઇન્‍ટરેસ્‍ટમાં ફરી એક વાર ફેર-કેપ લાગુ કરવામાં આવશે

(2:01 PM IST)