News of Monday, 23rd March 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૪૧

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
મનુષ્ય બે જ વાતોની ખોજ કરી રહ્યો છે – પ્રેમ અને સુરક્ષા! પ્રેમ માટે સંબંધો ઊભા કરે છે. સુરક્ષા માટે ધન એકઠું કરે છે. પ્રેમ અને સુરક્ષાની શોધમાં જ આ સમગ્ર સંસાર નિર્મિત થયો છે. જેને તમે સંસાર કહો છો, તે છે શું? પ્રેમ અને સુરક્ષા પ્રાપ્ત કરવાની પ્રબળ આકાંક્ષા! તમારી પાસે ગમે તેટલું ધન હોય, છતાં પણ સુરક્ષા મળતી નથી. વાસ્તવિકતા તો એ છે કે – પહેલાં તમે સ્વયં માટે ભયભીત રહેતા કે કઈ રીતે સ્વયંની સુરક્ષા કરવી. હવે તમારે આ ધનની પણ સુરક્ષા કરવી રહી. અને આ રીતે અર્જુરક્ષા બમણી થઈ ગઈ.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
