<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

લોકસેવાના અવીરત ૮૯૩૧ દિવસ પૂર્ણ કરતા નરેન્દ્રભાઇ મોદી

સંદ્યના કાર્યકર, બીજેપીમાં એન્ટ્રી, મુખ્યમંત્રી અને હવે વડાપ્રધાન...,૫૦ વર્ષ થી વધુ જાહેર જીવનમાં સક્રીય છે સિક્કિમના માજી મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ નો ૮૯૩૦ દિવસ નો રેકોર્ડ તોડ્યો વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં મોદી જી ત્રીજા ક્રમે ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર બિન-કોંગ્રેસ વડાપ્રધાનઃ સળંગ ત્રણ વખત ચૂંટણી જીતનાર પ્રથમ બિન-કોંગ્રેસ નેતા એક પણ રજા નહીં...!!! રેકોર્ડ બ્રેક કાર્યકાળ

જિતેન્દ્ર રૃપારેલિયા...) વાપી લોકસેવાના અવીરત ૮૯૩૧ દિવસ પુર્ણ કરી નવો કીર્તિમાન સ્થાપિત કરતા નરેન્દ્રભાઇ મોદી,  લાંબા સમય સુધી સરકાર ના વડા તરીકે નરેન્દ્ર ભાઈ સેવા આપી રહ્યા છે.

       આમ તો નરેન્દ્રભાઇ મોદી ની રાજકીય સફર જોઈએ તો આર. આર.એસ. એટલે કે સંદ્ય ના સામાન્ય કાર્યકર થી સંગઠન માં વિવિધ જવાબદારી સુપેરે સંભાળી ત્યાર બાદ,સત્ત્।ા માં મોટી જવાબદારી લીધી મુખ્યમંત્રી  બન્યા સતત ૩ વિધાનસભા ચૂંટણી માં ભવ્ય જીત મેળવી ગુજરાત ને ભાજપ નો ગઢ બનાવ્યો અને ત્યાર બાદ વડાપ્રધાન બન્યા આમ એમની  અવીરત લોકસેવા ચાલુ જ છે.

       ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે ની સફર ને જોઈએ તો ૭ મી ઓકટોબર ૨૦૦૧ થી ગુજરાત મુખ્યમંત્રી તરીકે પદ સંભાળ્યું, ૨૦૦૨,  ૨૦૦૭, અને ૨૦૧૨ સતત ચૂંટણી જીતીને  અને ૨૬ મે ૨૦૧૪ સુધી કુલ લગભગ ૧૨ વર્ષ ૭ મહિના અને ૧૯ દિવસ મુખ્યમંત્રી તરીકે અને  ત્યાર બાદ વડાપ્રધાન તરીકે ૨૬ મી મે ૨૦૧૪ થી ૨૨ મી માર્ચ ૨૦૨૬ ... ( હજુ પણ યથાવત ) ૧૧ વર્ષ, ૯ મહીના અને ૨૪ દીવસ...  કુલ ૪૩૨૦ દિવસ અને બંને મળી ને એટલે કે મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે ના કુલ સમયગાળો ૨૪ વર્ષ, ૫ મહીના,૧૫ દિવસ એટલે અવીરત ૮૯૩૧ દિવસ સુધી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

હવે જો આપણે સિક્કિમના માજી મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ ના કાર્યકાળ ને જોઈએ તો ૧૨ મી ડિસેમ્બર ૧૯૯૪ થી ૨૬ મી મે ૨૦૧૯ એટલે કે કુલ ૮૯૩૧ દિવસ થાય છે, જેનો રેકોર્ડ હાલ માં જ તોડ્યો છે. ( જોકે પવન કુમાર આટલા દિવસ મુખ્યમંત્રી તરીકે જ પદ ઉપર રહ્યા જયારે મોદી જી મુખ્યમંત્રી અને વડાપ્રધાન બંને પદ મળી ને આટલા દિવસ અવીરત સરકાર ના વડા રહ્યા ગણાય, મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર બિન-કોંગ્રેસ વડાપ્રધાન છે, અને ૨૦૨૪માં તેઓ સળંગ ત્રણ વખત ચૂંટણી જીતનાર પ્રથમ બિન-કોંગ્રેસ નેતા બન્યા.

       હવે જો આપણે વડાપ્રધાન તરીકે ના કાર્યકાળ ને અગાઉ ના વડાપ્રધાન ની સરખામણી માં જોઈએ તો નરેન્દ્રભાઈ નો ક્રમ ૩ જા નંબર ઉપર આવે છે, પ્રથમ ક્રમે વડાપ્રધાન જવાહર લાલ નહેરુ આવે છે તેમનો કાર્યકાળ ૬૧૩૦ દિવસ, ત્યાર બાદ બીજા ક્રમે ઈંદિરા ગાંધી નો આવે છે જેમનો કાર્યકાળ ૫૮૨૯ દિવસ થાય છે જયારે ત્રીજા ક્રમે નરેન્દ્ર ભાઈ આવે છે તેમનો કાર્યકાળ  ૪૩૨૦ દિવસ નો થયો છે ( હજુ પણ યથાવત ચાલુ છે )

મોદી જી એ બીજા નંબર ઉપર આવવા માટે ઈંદિરા ગાંધી નો ૫૮૨૯ દિવસ નો રેકોર્ડ તોડવો પડશે , જેના માટે લગભગ ૨૫ મે ૨૦૩૦ સુધી રાહ જોવી પડશે, ત્યાર બાદ તેવો બીજા ક્રમે આવશે.

  કુલ રાજકીય જીવનમાં કેટલાક નેતાઓ  વધુ લાંબા સમયથી સક્રિય છે, પણ મોદીનું નેતૃત્વ અને સતત પ્રભાવ વિશેષ ગણાય છે

(12:11 PM IST)